આજકાલ પ્રી વેડિંગ શૂટ માત્ર ફોટોગ્રાફ્સ સુધી સીમિત નહીં રહેતા લોકો પ્રી વેડિંગ વીડિયો પણ તૈયાર કરાવી રહ્યા છે. કારણકે પ્રી વેડિંગ શૂટના ફોટોગ્રાફ્સ અને વીડિયો લગ્ન દરમિયાન મિત્રો અને મહેમાનોને દેખાડવામાં આવે છે.
હવે પ્રી વેડિંગ વીડિયોનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે લગ્ન પહેલા દરેક કપલ એવું ઈચ્છતા હોય છે કે તેમનું પ્રી વેડિંગ શૂટ વધારે યાદગાર બને અને અન્ય પ્રી વેડિંગ શૂટ કરતા અલગ અને વિશેષ હોય.
પ્રી વેડિંગના લોકેશન પર એકવખત જઈ આવવું તમે જે સ્થળોએ પ્રી વેડિંગ શૂટ કરવા ઈચ્છો છો તે એકવખત નક્કી થઈ ગયા બાદ તમારા પ્રી વેડિંગ શૂટના ફોટોગ્રાફરની સાથે આ નક્કી કરવામાં આવેલા સ્થળોએ એકવખત જઈ આવવું જોઈએ.
કારણ કે ત્યાં તમે ફોટોગ્રાફરની સાથે શૂટિંગ માટેની સ્ટોરી અને આઈડિયાની વિશેષ ચર્ચાઓ કરી શકો છો. કારણ કે જો તમને આ સ્થળ પસંદ આવે નહીં તો તે બદલી પણ શકાય છે.
પ્રી વેડિંગ શૂટ પર જતા પહેલા તમારા પાર્ટનરની સાથે અરીસામાં એકવખત પોતાને જોઈ લો, તમે કેટલા ક્યુટ લાગો છો તેનો અંદાજો આવશે.
પ્રી વેડિંગના શૂટ પર જતા પહેલા એકવખત ત્યાં પહેરવા માટેના કપડાં પહેરીને ચેક કરી લેવા કારણ કે કપડાં પહેરીને તેવો અંદાજો આવી શકે છે કે તમે પ્રી વેડિંગ શૂટ દરમિયાન આરામદાયક રીતે શૂટ કરાવી શકશો કે નહીં.
તમારા પરિવાર અને મિત્રોને પણ શૂટ પર લઈ જાઓ પ્રી વેડિંગ શૂટને વધુ યાદગાર બનાવવા માટે શૂટિંગના સ્થળે તમે તમારા મિત્રો અને પરિવારના સભ્યોને પણ લઈ જઈ શકો છો.