મંદસૌરમાં સાત વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ કેસમાં સોમવારથી ટ્રાયલ શરૂ થઈ છે. બાળકીના પિતાએ જણાવ્યું કે, તેના તબિયતમાં સુધારો થયો છે પરંતુ હજી સુધી તેનું ઓપરેશન કરવામાં આવ્યું નથી. બીજી બાજુ 34 દિવસથી બાળકીની સેફ્ટીમાં લાગેલી મહિલા ઓફિસર હવે તેને માની જેમ સાચવવા લાગી છે. હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે બંને એકબીજા વગર રહી નથી સકતી. બાળકી પોલીસ મહિલા ઓફિસરને ફોઈ કહીને બોલાવે છે જ્યારે મહિલા ઓફિસર તેને બાબુ કહીને બોલાવે છે.
બાળકી વિશે વાત કરતા રડી પડ્યાં મહિલા ઓફિસર
– આ વાત મંદસૌરના એએસપી (વુમન ક્રાઈમ સેલ) લક્ષ્મી સેઠિયાની થઈ રહી છે. એક મીડિયા સાથે વાત કરતી વખતે તેમના આંખમાં આંસૂ આવી ગયા હતા. તેમણે જણાવ્યું કે, હું મારી નોકરીના સમગ્ર કાર્યકાળમાં આ ડ્યૂટી ક્યારેય નહીં ભૂલી શકુ.
– જ્યારે હું 3 મહિલા પોલીસકર્મી સાથે આ બાળકીને લઈને હોસ્પિટલ પહોંચી ત્યારે તેની હાલત ખૂબ નાજુક હતી. ત્યારથી બસ એક જ પ્રાર્થના કરતી હતી કે ઠીક થઈ જાય. 34 દિવસથી તેની સાથે હોવાથી હવે અમારી વચ્ચે એક ગાઢ સંબંધ બની ગયો છે. તેને હાથેથી જમાડવી અને તૈયાર કરવી મારી દિનચર્યા થઈ ગઈ છે.
– લક્ષ્મી સોઠિયાને બાળકીને એડ્મિટ કરી ત્યારથી સતત તેની દરેક એક્ટિવિટી પર નજર રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેને જમવામાં શું આપવામાં આવ્યું, કોણ લઈને આવ્યું હતું તે પણ રેકોર્ડ કરવામાં આવી રહ્યું છે. બાળકીને કઈ પણ ખવડાવતા પહેલાં લક્ષ્મી તે પોતે ચાખી લે છે અને પછી જ બાળકીને આપવામાં આવે છે.
આઘાતમાથી બહાર લાવવા માટે બાળકીને વાર્તાઓ પણ કહેવામાં આવે છે
– એએસપીએ જણાવ્યું કે, દલ્હી-મુંબઈથી આવેલી ડોક્ટર્સની ટીમ બાળકીનો ઈલાજ કરી રહી છે. તેને આઘાતમાંથી બહાર લાવવા માટે સાઈકાટ્રિકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેને માનસિક સ્ટ્રોંગ રાખવા માટે તેને રોડ અડધો કલાક વાર્તાઓ પણ સંભળાવામાં આવે છે. નવરાશના ટાઈમમાં હું પણ તેને ઘણી વખત વાર્તાઓ કહુ છું. તેની ઓળખ છતી ન થાય તેનું પણ ખૂબ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
– મહિલા ઓફિસરના જણાવ્યા પ્રમાણે, અહીં લાવ્યા પછી સતત તેને ત્રણ દિવસ સુધી મોનિટર કરવામાં આવી હતી. કોઈ પણ પ્રકારના ટેસ્ટથી લઈને ICUમાં લક્ષ્મી હંમેશા બાળકીની સાથે જ રહેતી હતી. તેના કારણે તે ત્રણ દિવસ સુધી ઉંઘી પણ નહતી.
મહિલા ઓફિસરની અપીલ
– લક્ષ્મી સેઠિયાનું કહેવું છે કે, આવા ગુનાને રોકવા માટે કડક કાયદાકીય પગલાં લેવા જોઈએ પરંતુ તેની સાથે સાથે લોકોની વિચારધારામાં પરિવર્તન લાવવું પણ જરૂરી છે. પેરેન્ટ્સને અપીલ કરતા તેમણે કહ્યું છે કે, બાળકોને ગુડ ટચ અને બેડ ટચ વિશે શીખવવું ખૂબ જરૂરી છે.