ખેતી-વાડી સાથે જોડાયેલા વેપાર કરીને કમાણી કરવાના અનેક રસ્તા છે. બસ જરૂર છે માત્ર તે સમય પારખવાની. ખેડૂતોની સારી ઉપજ માટે સારા બીજની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના પુનામાં રહેતા અંજિક્ય પિસલે સીડ ટ્રે બનાવવાની શરૂઆત કરી. તેમના બિઝનેસની સફળતાનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે, માત્ર ચાર વર્ષમાં જ તેમણે 1.25 કરોડની કંપની ઊભી કરી દીધી છે. એક સમયે રૂ. 15,000ની નોકરી કરનાર અંજિક્ય હાલ મહિને રૂ. 2 લાખ કરતા પણ વધારે કમાણી કરી લે છે.
15 હજારની નોકરી છોડી
અંજિક્યને ભાસ્કર.કોમ સાથે વાત કરતા જણાવ્યું કે, હોર્ટિકલ્ચરમાં Msc કર્યા પછી તેમણે બેંગલુરુની એક કંપનીમાં કામ કર્યું જે સીડ ટ્રે મેન્યુફેક્ચરિંગનું કામ કરતી હતી. આ દરમિયાન તેમણે સીડ્સ ટ્રે મેન્યુફેક્ચરિંગ વિશે શીખવાની સાથે સાથે તેમાં કોકો-પિટ ભરવા, ટ્રાન્સપ્લાન્ટિંગ અને ગાર્ડનિંગ વિશે પણ જાણ્યું. આ ટ્રેનો ફરી વખત પણ ઉપયોગ કરી શકાય છે. આ આઈડિયા મળ્યા પછી તેમણે નોકરી છોડી દીધી. નોકરી દરમિયાન તેમને રૂ. 15,000નો પગાર મળતો હતો. નોકરી છોડ્યા પછી સરકાર દ્વારા ચલાવવામાં આવતા પ્રોગ્રામ એગ્રી ક્લિનિક એન્ડ એગ્રી બિઝનેસ સેન્ટર્સમાં બે મહિના ટ્રેનિંગ લીધી હતી. ટ્રેનિંગ પૂરી થયા પછી તેમણે જેપી નેચર કેરની શરૂઆત કરી હતી.
શું છે સીડ ટ્રેડની ખાસિયત?
સીડ ટ્રેની ખાસિયત એ છે કે, તેમાં છોડનો ગ્રોથ સારી રીતે થઈ શકે છે. સીડ ટ્રમાં બીજને પ્લાન્ટ કર્યા પછી છોડનો વિકાસ જલદી થાય છે અને ત્યારપછી તેને ખેતરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનું સરળ હોય છે. તેમાં ખૂબ તડકો કે વરસાદમાં બીજ નષ્ટ થવાનો ડર નથી લાગતો. સીડ ટ્રેમાં તૈયાર થયેલા છોડની મજબૂતાઈ ખૂબ વધારે હોય છે અને તેનાથી ઉપજ પણ સારી થાય છે.
રૂ. 30 લાખમાં શરૂ કર્યો બિઝનેસ
અંજિક્યએ જણાવ્યું કે, સીડ ટ્રે મેન્યુફેક્ચરિંગ યૂનિટ લગાવવામાં રૂ. 30 લાખનું રોકાણ કરવામાં આવ્યું. તેમણે રૂ. 15 લાખની બેન્ક ઓફ મહારાષ્ટ્ર પાસેથી લોન લીધી હતી. તેમાં તેમને નાબાર્ડ તરફથી 36 ટકા સબસિડી મલી હતી. બાકીની રકમનું તેમણે જાતે રોકાણ કર્યું. જે અંદાજે રૂ. 12-13 લાખનું હતું.
4 વર્ષમાં શરૂ કર્યો રૂ. 1.25 કરોડનો વેપાર
લોકોમાં જાગ્રતતા વધતા તેમના બિઝનેસને સફળતા મળી છે. તેમની કંપની બે પ્રકારના સીડ ટ્રેનું નિર્માણ કરે છે. જેથી તેનો બીજી વખતે પણ ઉપયોગ કરી શકાય છે. તેમણે 2014માં સીડ ટ્રે બનાવવાનું યુનિટ તૈયાર કર્યું હતું. તેમનું વાર્ષિક ટર્નઓવર આજે હવે રૂ. 1.25 કરોડ થઈ ગયું છે.
દર મહિને થઈ રહી છે રૂ. 2 લાખની આવક
અંજિક્યના જણાવ્યા પ્રમાણે, કંપનીનું વાર્ષિક ટર્નઓવર પર તેમને 20 ટકા પ્રોફિટ મળે છે. એટલે કે રૂ. 1.25 કરોડના વાર્ષિક ટર્નઓવર પર વર્ષે રૂ. 25 લાખનો નફો થાય છે. આ હિસાબ પ્રમાણે અંજિક્યની માસિક આવક રૂ. 2 લાખ કરતા પણ વધુ થઈ ગઈ છે.
વિદેશમાં કરી રહ્યાં છે એક્સપોર્ટ
‘જેપી નેચર કેર’ દેશમાં મહારાષ્ટ્ર સિવાય મધ્ય પ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ અને બેંગલુરુમાં સીડ ટ્રેનો બિઝનેસ કરે છે. તે ઉપરાંત કેન્યા, જમૈકા અને સાઉથ આફ્રિકામાં સીડ ટ્રેનું એક્સપોર્ટ કરે છે.