પિંકસિટી તરીકે ઓળખાતું જયપુર સિટી એક અલગ ઐતિહાસિક વારસો ધરાવે છે. એમાનો એક વારસો એટલે હવા મહેલ. જયપુર આવતા દરેક પ્રવાસીઓને તે પોતાની તરફ આકર્ષે છે. હવા મહેલ જયપુર શહેરનું પ્રથમ ક્રમે રહેલું દેશનું સૌથી સુંદર લેન્ડમાર્ક છે.
જેની બારી અને બાલ્કનીમાંથી જયપુરનો પેનોરમા વ્યુ જોવા મળે છે. દેશનું સૌથી સુંદર લેન્ડમાર્ક રાજસ્થાન રાજવી પેલેસ અને હવેલીઓની ભૂમિ છે. જે રાજા-રજવાડાઓના વારસા અને ઠાઠમાઠની સાક્ષી પૂરે છે. આવા અનેક પેલેસ સાથે તેનો ઈતિહાસ સંકળાયેલો છે.
આ ઉપરાંત શેરીમાં જામતી ભીડમાં લોકો પર છુપી રીતે નજર રાખવાનો હતો જેમાં વ્યક્તિનું ધ્યાન કોણ નજર રાખે છે તેના પર ન પડે. સમગ્ર હવા મહેલમાં લાલ અને ગુલાબી રંગના પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
લેન્ડ ઓફ વિન્ડ આ જગ્યા ને લેન્ડ ઓફ વિન્ડ પણ કહે છે. જે મહારાજા સવાઈ પ્રતાપસિંહે 1799 માં તૈયાર કરાવ્યો હતો. આ હવા મહેલ તૈયાર કરાવવા પાછળનો હેતું રાણીઓ તથા રાજદરબારની બીજી મહિલાઓ શહેરમાંથી નીકળતા જુલૂસ, વરઘોડા અને શોભાયાત્રા નિહાળી શકે તે હતો.
ઘણા ઈતિહાસકારો આ મહેલને કૃષ્ણના મુગટ જેવો કહે છે. આ પાછળનું કારણ એ છે કે, રાજા સવાઈ પ્રતાપસિંહ કૃષ્ણના ખૂબ મોટા ભક્ત હતા. તેથી તેણે આ મહેલ કૃષ્ણના મુગટ જેવો બંધાવેલો છે. મહેલનો આકાર મુગટ જેવો દૂરથી હવા મહેલને જોતા તેનો આકાર કોઈ વિશાળ મુગટ હોય એવો લાગે છે.
આ ઉપરાંત લાલ રંગના પ્રાકૃતિક પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જ્યારે અંદરની તરફ ગુલાબી રંગનો ઉપયોગ કરાયો છે. આવા કારણોસર જયપુરને પિંક સિટી કહેવામાં આવે છે.
પાંચ માળની ઈમારત જેટલી ઊંચાઈ સમગ્ર મહેલની ઊંચાઈ પાંચ માળની ઈમારત જેટલી છે. ઉપરથી જોતા તે પિરામિટ આકારનો દેખાય છે. પરંતુ, 87 ડિગ્રીએ તેમાં થોડા વણાંક દેખાય છે.
પરંતુ, બારીઓની સંચરના અને ઝરુખાને કારણે શેરમાં રહેલા કોઈની નજર રાણી સુધી પહોંચી શકે એમ નથી. રાજપુતાના શૈલીની શ્રેષ્ઠ બાંધણી અને પેલેસ તરીકે હવા મહેલની ગણના કરવામાં આવે છે.
953 ઝરૂખાઓ સમગ્ર હવા મહેલમાં 953 બારીઓ છે જેને ઝરૂખાથી ઓળખવામાં આવે છે. આ બારીમાંથી રાણીઓ શેરીમાં બનતી ગતિવિધીઓને નિહાળતી હતી.
જેમાં રાજપુતાના આર્કિટેક્ચર અને મુઘલ શૈલીનો સમાવેશ થાય છે. દરવાજા અને બારી પાસે મુઘલ શૈલી જોવા મળશે જ્યારે પિલ્લર, ડોમ અને ઝરૂખાની અંદરની તરફ રાજપુતાના શૈલીના દર્શન થાય છે. મુઘલ અને રાજપુતાના શૈલીનો સંગમ હવા મહેલની અંદર બંને પ્રકારની બાંધણી જોવા મળશે.
માત્ર ઢોળાવ અને વણાંકવાળા રસ્તાઓ ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને છેક ટોપ ફ્લોર સુધી જાય છે. હવા મહેલમાં પાંચ માળ પણ કોઈ પગથિયા નથી. હવા મહેલમાં પાછળની તરફ પાંચ માળ છે. પણ ખાસ વાત એ છે કે ઉપર ચડવા માટે કોઈ પગથિયા નથી.
હવા મહેલમાં પ્રવેશ માટે સિટી પેલેસમાં થઈને હવા મહેલની બારીઓ સુધી પહોંચી શકાય છે. હવા મહેલની નજીકમાં જ જંતરમંતર આવેલું છે. આગળની તરફ કોઈ પ્રવેશ દ્વાર જ નથી હવા મહેલની બીજી ખાસ વાત એ છે કે, આગળની તરફથી અંદર પ્રવેશ માટે સીધો કોઈ રસ્તો નથી.