અગાવ પણ મુખ્યમંત્રીના કોંગ્રેસ વિરુદ્ધ ના નિવેદન થઈ ગુજરાત કોંગ્રેસ માં માહોલ ગરમાયો હતો ત્યારે હાલ પણ રૂપાણી ના એક વિવાદિત નીવેદનથી માહોલ પાછો ગરમાયો છે.
મહેસાણા જિલ્લાના ખેરાલુની પેટાચૂંટણીની પ્રચાર સભા સંબોધતાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરીને રાજ્યની અને કેન્દ્રની વિકાસશીલ સિધ્ધિઓને ધ્યાને રાખી ખેરાલુની બેઠક પણ લોકો જંગી બહુમતીથી ભાજપને જીતાડશે તેમાં કોઈ બેમત નથી.
ઉલ્લેખનીય છેકે ખેરાલુ ખાતે પેટાચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કમાં છે ત્યારે ભાજપના પ્રચારને વેગ આપવા માટે મુખ્યમંત્રીએ વિશાળ જનસભા સંબોધી હતી.
તેમાં તેમને લોકસભાની ચૂંટણીમાં વિજયી બની પાટણના સાંસદ તરીકે ભરતસિંહ ચૂંટાઈ આવતાં ખાલી પડેલી ખેરાલુ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અજમલજી ઠાકોરના સમર્થનમાં સોમવારના રોજ પ્રચાર અર્થે ખેરાલુ ખાતે આવી પહોંચેલા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનુ જિલ્લા ભાજપ પ્રમુખ નીતિનભાઈ પટેલ અને વિસનગરના ધારાસભ્ય ઋષિભાઈ પટેલ અને પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ દ્વારા ઉષ્માભર્યુ સ્વાગત કરાયુ હતું.
જ્યારે ખેરાલુની વૃંદાવન ચોકડી પાસે વિશાળ સંખ્યામાં ઉપસ્થતિ જનમેદની સંબોધતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસને આડે હાથ લેતાં તેમણે જણાવ્યુ હતુ કે આ દેશમાં ત્યારે ગરીબી દુર થશે જ્યારે કોંગ્રેસ ઘરભેગી થશે. જવાહરલાલ નેહરૂની ખોટી નીતિરીતિઓને કારણે આ દેશ એક નહોતુ બની શક્યુ.
પરંતુ 70 વર્ષની સમસ્યા એવી નિરર્થક 370 કલમ દુર કરીને સમગ્ર દેશમાં નરેન્દ્ર મોદી અને ભાજપની સરકારે રાષ્ટ્રવાદની ભાવના ઊજાગર કરી છે. ત્યારે હજુ પણ નરેન્દ્ર મોદી અને અમીત શાહ આપણા બને ગુજરાતીઓ દેશને આગળ વધારવાનું કામ કરી રહ્યા છે.
ખેરાલુની આ પેટાચૂંટણીમાં ભાજપ દ્વારા જમીનના એક નાના અદના માણસ એવા અજમલજી ઠાકોરને ભાજપને ઉમેદવાર તરીકે આપ્યા છે. ત્યારે તેમને જંગી લીડથી વિજયી બનાવવાનું કામ તમારૂ છે. તેમણે વધુમાં ઉમેર્યુ હતુ કે કોંગ્રેસનું નાવ હાલ ડૂબી ગયુ છે. અને કોંગ્રેની નેતાગીરી સાફ થઈ છે.
તેમજ હતાશામાં છે. રાહુલબાબાએ પણ ઘણા ઠેકડાં લગાવ્યા ત્યારે હવે શાંતિથી બેઠા છે. બીજીતરફ ગુજરાતના લોકોની સુખાકારી માટે નિર્ણય કરનારી અને સૌનો સાથ સૌનો વિકાસ કરનારી ભાજપ સરકાર લોકોને મળી છે.
ત્યારે આગામી દિવસોમાં રાજ્યની પેટાચૂંટણી પૈકીની છ બેઠકો જીતીને આગામી દિવસોમાં 107 સભ્યોની ભાજપની સરકાર બનશે ત્યારે હવે તમારૂ કામ અજમલજીને જીતાડવાનું છે અને ત્યારપછીનું આ વિસ્તારના વિકાસનું કામ મારૂ છે.
તેમ કહી ભાજપના ઉમેદવાર અજમલજી ઠાકોરને જંગી મતોથી જીતાડવા માટે લોકોને અપીલ કરી હતી. ભાજપની આ ચૂંટણી પ્રચાર સભામાં આ બેઠકના પૂર્વ ધારાસભ્ય અને પાટણના સાંસદ ભરતસિંહ ડાભી, મંત્રી વીભાવરીબેન દવે, જિલ્લા ભાજપ પ્રમુખ નીતિનભાઈ પટેલ, ધારાસભ્યો ઋષિભાઈ પટેલ, રમણભાઈ પટેલ તેમજ જિલ્લા ભાજપના હોદ્દેદારો, અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી. રૂપાણી ના આ નિવેદન થી ખુજ હોબાળો મચી ગયો છે.