અમદાવાદની ભાગોળે 150 વિઘામાં વિશ્વ ઉમિયા ધામનું બની રહ્યું છે. આ દરમિયાન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પંચામૃત ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના અનેક ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં વૈશ્ણવદેવી પાસે પાટીદાર અગ્રણીઓ દ્વારા રૂપિયા એક હજાર કરોડના ખર્ચે વિશ્વ ઉમિયા ધામ બનાવવામાં આવી રહ્યું છે.
અમદાવાદમાં વિશ્વ ઉમિયા ધામ ખાતે પંચામૃત ઉદ્ધાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ અહીં મધ્યસ્થ કાર્યાલયની શરૂઆત કરવામાં આવી હતી.
ઉદ્ઘાટન આ સમારોહમાં રાજ્યના પ્રધાન કૌશિક પટેલ, સૌરભ પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યાં હતા. આ સિવાય કડવા પટેલ સમાજના આઇપીએસ, આઇએએસ સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
કેવું હશે આ વિશ્વ ઉમિયા ધામ ?
પાટીદારોની અનેક વિધ પ્રવૃતિઓ એક જ સાથે અને એક જ સ્થળે થઈ શકે તે માટે અમદાવાદ પાસે વિશ્વ ઉમિયા ધામનું નિર્માણ થઇ રહ્યું છે.
આ ઉમિયાધામ અમદાવાદના વૈષ્ણોદેવી પાસે 100 વિઘા જમીન પર નિર્માણ પામશે. અને ત્યાં એક હજાર કરોડના ખર્ચે પાટીદાર એમ્પાવરમેન્ટ હબ બનાવવામાં આવશે. જાસપુર ગામ પાસે નિર્માણ પામનારા વિશ્વ ઉમિયા ધામમાં ઉમિયા માતાનું ભવ્ય મંદિર પણ બનવાનું છે. તો પાટીદારોની જીવન શૈલી આધારિત મ્યુઝિયમ પણ અહ આકાર લેશે.