વડોદરાની પ્રતિષ્ઠિત એવી એલેમ્બિક વિદ્યાલયમાં નોકરી કરતાં તથા સાથે ખાનગી ટ્યુશન પણ ચલાવતા શિક્ષક દ્વારા વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની બહુચર્ચીત ઘટનામાં પોલીસે તેને અમદાવાદના સિવીલ હોસ્પીટલમાં અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તેની તબીબી ચકાસણી કરાવી હતી. લંપટ શિક્ષકના સીમેન ટેસ્ટ માં વડોદરામાં સયાજી હોસ્પીટલમાં સફળતા મળી ન હતી.
વડોદરાના માંજલપૂર વિસ્તારમાં રહેતી એક વિદ્યાર્થીની ધોરણ બાર સાયન્સમાં એક્સ સ્ટુડન્ટ તરીકે આ વખતે પરીક્ષા આપવાની હતી. એલેમ્બીક સ્કૂલના શિક્ષક તથા અટલાદરા વિસ્તારમાં આવેલા જય ક્લાસીસ ચલાવતા વિનુ કટારીયાના ક્લાસમાં તે સાયન્સ ભણવા માટે પણ જતી હતી.
બાયોલોજી ભણાવતા અને કલાલી વિસ્તારમાં આવેલી સહજાનંદ સોસાયટી ખાતે રહેતા વિનુભાઇ માંડણભાઇ કટારીયા દ્વારા તેની પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ફરિયાદ થતાં પોલીસે બળાત્કારી શિક્ષક ની ધરપકડ કરી હતી.
વડોદરામાં પોલીસે તેને ગઇકાલે અદાલતમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરતાં અદાલતે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસે અદાલતમાં રિમાન્ડ અરજીમાં જણાવ્યુ હતુ કે, શિક્ષક વિદ્યાર્થીનીને લઇને અમદાવાદ તથા પાદરા ખાતે હોટલોમાં લઇ ગયો હતો.
આ ઉપરાંત અન્ય સ્થળોએ પણ વિદ્યાર્થીનીને લઇને તેની બળાત્કાર ગુજર્યો હોવાની શંકાના આધારે પોલીસે એ દિશામાં તપાસ કરવી આવશ્યક છે. વિદ્યાર્થીની વિડીયો ક્લિપ પણ ઉતારી હતી. તે પણ કબજે કરવી પડશે. અન્ય કોઇ વિદ્યાર્થીની સાથે તેણે બળાત્કાર ગુજાર્યો છે કે કેમ? તે અંગેની તપાસ કરવી આવશ્યક છે. તેનો મોબાઇલ ફોન પણ કબ્જે કરવો જરૂરી છે. આ કારણો બતાવીને પોલીસે સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.
રિમાન્ડ દરમિયાન પોલીસે તેની પાસેથી મોબાઇલ કબ્જે કર્યો હતો. જેમાંથી આ વિદ્યાર્થીનીની સાથે થયેલી ચેટીંગમાં પણ ચોંકાવનારી વિગતો મળી આવી છે. આ ઉપરાંત તેના ટ્યૂશનમાં જતી અન્ય વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓના પણ નિવેદન લેવાની શરૂઆત કરી દીધી હતી.
આ ઉપરાંત શિક્ષકની પત્નીનુ પણ નિવેદન લેવામાં આવ્યુ હતુ. જેમાં તેણે તો પતિના હરકતને અકલ્પનીય ગણાવ્યા હતા. પતિના આ લીલાને માનવા જ તે તૈયાર નથી.
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તર મંડળ દ્વારા ધોરણ અગીયારના શિક્ષક તાલી મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યુ હતુ. જીવ વિજ્ઞાન વિષયમાં માટે બનાવવામાં આવેલી તજજ્ઞોની સમિતીમાં લંપટ શિક્ષક વિનુ કટારીયાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
વડોદરાની એલેમ્બિક સ્કૂલમાં નોકરી કરતાં વિનુ કટારીયાના ભાજપી આગેવાનોની સાથે નિકટનો નાતો હતો. વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગરને ભગવદ્ ગીતા આપીને તેમનું અભિવાદન કરતી તસવીરો તો કટારીયાએ સોશ્યલ મિડીયા પર મૂકી હતી.
આ ઉપરાંત યુવા ભાજપમાં જોડાવવા માટેના યુવા સદસ્ય – યુવા મિત્ર અભિયાનમાં પણ તે જોડાયો હતો. સરકારની ગ્રાન્ટ લેતી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતો હોવાની સાથે લંપટ શિક્ષક ભાજપી સભ્ય હોવાનો ખુલ્લો પ્રચાર પણ કરતો હતો.