ઈન્ડોનેશિયામાં ભૂકંપ બાદ 100થી વધુ આફ્ટરશૉક, 142નાં મોત; 20,000 લોકો બેઘર થયા,જુઓ તબાહીની તસ્વીર

જકાર્તા: ઈન્ડોનેશિયામાં લોંબોક ટાપુ પર રવિવારે આવેલા 6.9ની તીવ્રતાના ભૂકંપ બાદ સોમવાર સવાર સુધી 100થી વધુ આંચકા અનુભવાયા હતા. ભૂકંપથી 142 લોકો મૃત્યુ પામ્યા અને 200થી વધુ ઘવાયા હતા. ઈન્ડોનેશિયાની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ સોમવારે કહ્યું કે મોટા ભાગના લોકો કાટમાળ પડતાં મૃત્યુ પામ્યા હતા. ભૂકંપને કારણે લોકો ઇમારતોથી નીકળીને ભાગવા લાગ્યા હતા.

રાતભર વીજળી ગાયબ રહેતા બચાવકર્મીઓને પણ મુશ્કેલી નડી હતી. મૃતકાંક વધી શકે છે. આફ્ટરશોકથી લોંબોક ટાપુના 80 ટકા ઘર અને ઈમારતો ધસી પડ્યાં હતાં. 20,000થી વધુ બેઘર થઈ ગયા છે. 8 દિવસ પહેલાં પણ ઈન્ડોનેશિયામાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારે 15 લોકો મૃત્યુ પામ્યા હતા.

1200 પર્યટકો ફસાયા, દિવ્યાંગોના 4 ચિલ્ડ્રન હોમ નાશ પામ્યા

લોંબોક ટાપુમાં ભૂકંપથી દિવ્યાંગ બાળકોના ચાર ચિલ્ડ્રન હોમ ધસી પડ્યાં હતાં. જેના લીધે 80 બાળકો માર્ગો પર આવી ગયાં છે. 1200 વિદેશી પર્યટકો પણ ફસાયા હતા. બચાવવામાં જવાનો, જહાજની મદદ લેવાઈ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top