જેમ બહેન વગર ભાઈ અધુરો છે. તેમ વૃક્ષ વગર ધરતી. ત્યારે આજના દિવસે વાતાવરણ ગંભીર બનતું જાય છે. ત્યારે ફોરમ પટેલને વિચાર આવ્યો કે રક્ષાબંધનના પર્વ નિમિત્તે રાખડીની સાથે ભાઈને વૃક્ષનો રોપો ભેટમાં આપવો અને કાયમી ભાઈ (વૃક્ષ)સાથે સમાજને નિરોગી અને સ્વસ્થ બનાવીએ.
આવા હેતુ સાથે ફોરમ પટેલ દ્વારા આજથી તા.12 સુધી સવારના 9થી રાત્રીના 9 સુધી ક્રિશ હોલ, પર્ણફુટી મેઈન રોડ, શ્રી કોલોની પાસે નાના મવા રોડ, રાજકોટ ખાતે પોતે જાતે બનાવેલી ઈકોફ્રેન્ડલી રાખડી કે જેમાં લાકડું, કલર, મોતી, સુરતની દોરીનો ઉપયોગ થયો છે. જેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. તે સમયે ઓષધી વૃક્ષના છોડ જેવા કે તુલશી, બ્રહમી, ફુદીનો, લીલીચા, સતાવરી, ગુલાબ, કંરંજ, અર્જુન, શેતુર, ઉમરો, બોરસલીના છોડ ભેટ આપવામાં આવે છે.
આ સાથે વૃક્ષના ફાયદા અને મહત્વ સમજાવતી પત્રિકા પણ ભેટમાં આપાશે. આજના આ પાવન દિવસે જો અલગ રીતે ઉજવવા માટે દરેક બહેન રાખડી બાંધી પોતાના ભાઈ સાથે એક છોડનું રોપણ કરે જેમ માવજતથી વાવેલા છોડનો ઉતરોતર વધારો થાય છે. એમ ભાઈ બહેનના પ્રેમમાં પણ ઉતરોતર વધારો થશે.
કેમ કે વૃક્ષ એ દુનિયાના સૌથી મહાન ૠષી એવા પરોપકારી છે. વૃક્ષથી આપણને ઔષધી, રોજગાર, ઓક્સિજન, રબ્બર, મધ, ગુંદર, વરસાદ અને દરેક જીવને ખોરાક મળે છે. અને આ ગ્લોબલ વોર્મિંગમાં આપણા શહેરો પ્રદુષિત થતા અટકાવશું તથા બધી જ રાખડીઓને વેસ્ટેજ છાપામાંથી બનાવેલી બેગમાં આપવામાં આવે છે.
જેથી પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડીને પ્રદુષણ ઓછું કરવાનો પ્રયાસ કરે છે. જે સમાજમાં આ પર્વને વૃક્ષરોપણ સાથે સાંકળી લે તો દેશમાં માત્ર પાંચ વર્ષમાં ઘટાદાર જંગલો હોય તેવું બની જશે તો દરેક બહેનોને અપીલ છે. સમાજમાં આવું કાંતિકારી પરિવર્તન લાવી અને સંકલ્પ કરો કે આવનારી પેઢી પણ લીંબડી પીપળીના એ ઝુલા પર ઝુલી ભાઈ બહેનના પ્રેમની સાક્ષી પુરાવે. ‘સાંજ સમાચાર’ના આંગણે દિનેશભાઈ પટેલ આવેલ હતા