રાજકોટમાં PIની બદલી રોકવા આહીર સમાજના લોકોએ કોઠારિયા હાઇવે કર્યો ચક્કાજામ

રાજકોટ: રાજકોટમાં ડિમોલિશનમાં ભાજપ અગ્રણી દિનેશ કારીયાને કાયદાનું ભાન કરાવનાર એ ડિવીઝન પોલીસ સ્ટેશનના પીઆઇ બી.પી. સોનારાની રાજકીય ઇશારે આઇબીમાં બદલી કરવામાં આવી છે. જેના વિરોધમાં આજે આહીર સમાજના લોકો દ્વારા કોઠારિયા હાઇવે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. હાઇવે પર ટ્રાફિકજામ સર્જાતા પોલીસે લોકોને સમજાવીને હાઇવે પરથી હટાવી લેવામાં આવ્યા હતા.

પીઆઇની બદલી રોકવા મામલે ત્રિકોણ બાગ ખાતે ધરણા

રાજકોટમાં પીઆઈ બી.પી. સોનારાની બદલીને લઈને રાજકોટમાં લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં શહેરના ત્રિકોણ બાગ ખાતે પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ધરણામાં મોટી સંખ્યા લોકો જોડાયા હતા. પીઆઇની બદલી રોકાવવા માટે લોકોના હાથમાં ‘સત્તાધીશો શરમ કરો શરમ..’ તેવા બેનરો સાથે ધરણા પર બેઠા હતા.

PIની બદલી રોકવા રાજકોટના લોકો દ્વારા વિરોધ

પીઆઇ બી.પી. સોનારાની બદલી રોકવા આગાઉ પણ આહિર સમાજ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. તેમજ રાજકોટમાં લોકો દ્વારા સોશિયલ મીડિયામાં ઝુંબેશ પણ ચલાવવામાં આવી રહી છે. સિહોર પોલીસ સ્ટેશનનાં કોન્સ્ટેબલ બટુકભાઇ કે જેઓ થોડા દિવસ પહેલા જ નિવૃત્ત થયા છે. તેઓએ ગૃહ વિભાગમાં લેખિતમાં રજૂઆત કરી ચિમકી ઉચ્ચારી છે કે બદલી પાછી ખેચવામાં નહીં આવે તો રાજકોટ-અમદાવાદ હાઇવે પર આત્મવિલોપન કરશે.

સામાજીક કાર્યકરનો PIની બદલી રોકવા અનોખો વિરોધ કર્યો

રાજકોટના એ-ડિવિઝનના પીઆઈ બી.પી. સોનારાની બદલીને લઈને ઠેર-ઠેર વિવિધ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે એક સામાજીક કાર્યકર હેમંત વિરડા દ્વારા આ બદલીનો અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેણે પોતના બુલેટમાં પાછળ એક પોસ્ટર લગાવ્યું છે જેમાં લખ્યું છે કે, ‘હવે નેતાનો પોલીસને બદલીનો ડર, જનતા તારી રક્ષા તું સ્વયં કર’

રાજકોટ-અમદાવાદ હાઇવે પર કરશે આત્મવિલોપન

પીઆઇ બી.પી. સોનારાની બદલી રોકવા ગઇકાલે આહિર સમાજ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. તેમજ રાજકોટમાં લોકો દ્વારા સોશિયલ મીડિયામાં ઝુંબેશ પણ ચલાવવામાં આવી રહી છે. સિહોર પોલીસ સ્ટેશનનાં કોન્સ્ટેબલ બટુકભાઇ કે જેઓ થોડા દિવસ પહેલા જ નિવૃત્ત થયા છે. તેઓએ ગૃહ વિભાગમાં લેખિતમાં રજૂઆત કરી ચિમકી ઉચ્ચારી છે કે બદલી પાછી ખેચવામાં નહીં આવે તો રાજકોટ-અમદાવાદ હાઇવે પર આત્મવિલોપન કરશે

પીઆઇ ભાજપ અગ્રણીની દાદાગીરીથી વશ થયા નહોતા

શહેર ભાજપના આગેવાન દિનેશ કારિયાની દાદાગીરીને વશ નહીં થઇ તેને મારમારનાર પીઆઇ સોનારાની બદલી કરી નાખવામાં આવતાં રાજહઠની જીત થઇ હતી. જ્યારે પોલીસ તંત્ર રાજકારણ સામે હારી ગયુ છે. તેવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. અમદાવાદના કમીશનરની બદલી રોકવાનું કેમ્પેઇન સોશિયલ મિડિયામાં ચગ્યા બાદ હવે રાજકોટના પી.આઇ બી.પી.સોનારાની બદલી આઇ.બી કરી દેતા રાજકોટીયન્સે સોશિયલ મિડિયામાં સ્ટેટસ મુકીને પી.આઇ સોનારાની બદલીનો ખુલ્લો વિરોધ કરી રહ્યા છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here