ખેતીવાડી સાથે જોડાઇને કમાણી કરવાના અનેક વિકલ્પ છે. જરૂર છે તો ખાલી તક ઓળખવાની અને તેના પર અમલ કરવાની. ઉત્તરાખંડના રહેવાસી હરેન્દ્ર સિંહે ખેડૂતોની મુશ્કેલીઓને સમજી અને તેનુ નિરાકરણ શોધી લીધું છે. આ ઉકેલમાંથી મળેલા આઇડિયાથી તેમણે કરોડોનો બિઝનેસ ઉભો કરી દીધો છે. તેમના બિઝનેસની સફળતાનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે તેઓ માત્ર ત્રણ વર્ષમાં જ કરોડપતિ બની ગયા છે. તેમના બિઝનેસનું વાર્ષિક ટર્નઓવર 8 કરોડ રૂપિયા થઇ ગયું છે. તેમજ હરેન્દ્ર વર્ષે 2 કરોડ રૂપિયાની કમાણી કરે છે.
આ રીતે મળ્યો આઇડિયા
ઉત્તરાખંડના અધમસિંહ જિલ્લાના રહેવાસી હરેન્દ્ર સિંહએ જણાવ્યું કે તેમને કેવી રીતે ખેતી સાથે જોડાયેલા બિઝનેસનો આઇડિયા મળ્યો. તેમણે કહ્યું કે, ઉત્તરાખંડમાં ભૂસ્ખલનની ઘટનાઓ બનતી રહેતી હોય છે. જેના કારણે રસ્તાઓ તૂટી જાય છે અને વાહન-વ્યવહાર ખોરવાઇ જાય છે. ખેડૂતોને તેનાથી મુશ્કેલી થાય છે અને તે ખેતી માટે સીડ્સ ખરીદવા માટે અનેક દિવસો સુધી બજાર પહોંચી શકતા નથી. આ વાતને ધ્યાનમાં રાખીને અને ડિમાન્ડને જોઇને હરેન્દ્ર ખેડૂતો સુધી પહોંચ્યા અને તરાઇ ફાર્મ સીડ્સ શરૂ કરી.
હરેન્દ્રએ એગ્રીકલ્ચરમાં બીએસસી કર્યા બાદ એમબીએ કર્યું છે. મુરાદાબાદથી એગ્રી ક્લિનિક એન્ડ એગ્રી બિઝનેસ સેન્ટરમાંથી કોર્સ કર્યો. કોર્સ પૂર્ણ થયા બાદ ઉત્તરાખંડના ખેડૂતોની સીડ્સની સમસ્યાને ધ્યાનમાં રાખીને એક પ્રોજેક્ટ બનાવ્યો. લોન માટે નૈનીતાલ બેન્ક પ્રાઇવેટ લિમિટેડને એક કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ સોંપ્યો. બાદમાં તેમને બેન્ક તરફથી 65 લાખ રૂપિયાની લોન મલી. હિલ એરિયામાં આવવાથી તેમને નાબાર્ડ તરફથી 44 ટકાની સબસિડી પણ મળી.
શું છે બિઝનેસ મોડ્યૂલ
તેમનું કહેવું છે કે તે સીડ્સના બ્રિડર ખરીદે છે. બાદમાં ખેડૂતોને આપીને ખેતી કરાવે છે. તરાઇની દેખરેખ હેઠળ તમામ કામ પૂર્ણ થાય છે. હાર્વેસ્ટિંગ બાદ તેને ક્લિન અને ગ્રેડેડ કરવામાં આવે છે. બાદમાં સર્ટિફિકેશન સ્ટેન્ડર્ડ્સ અનુસાર, સીડ્સનું પેકેજિંગ કરીને વેચવામાં આવે છે.
વર્ષે 2 કરોડની છે કમાણી
હરેન્દ્ર અનુસાર તરાઇ ફાર્મ સીડ્સ એન્ડ કંપનીનું વાર્ષિક ટર્નઓવર ગયા વર્ષે 8 કરોડ રૂપિયા હતું. તેમણે તેની શરૂઆત 2014માં કરી હતી. ઘઉં, સરસોં, ચોખા અને મટર સીડ્સનો તેમનો બિઝનેસ છે. તે ખેડૂતોનું 1800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવથી સીડ્સ ખરીદે છે અને બજારમાં 2200થી 2400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલમાં વેચે છે. તેમનું કહેવું છે વાર્ષિક ટર્નઓવરે 25 ટકાનો પ્રોફિટ થાય છે. જે પ્રમાણે તેમને વર્ષે 2 કરોડ રૂપિયાની કમાણી થાય છે