ArticleIndiaNewsTechnology

SBI બંધ કરી રહી છે ATM કાર્ડ, ચિપવાળા ઇવીએમ કાર્ડથી થશે ટ્રાન્જેક્શન, જાણો ખાસિયત

ભારતીય સ્ટેટ બેન્ક(એસબીઆઇ) ગ્રાહકો સાથે થઇ રહેલી છેતરપિંડીને રોકવા માટે હાલ જે એટીએમ કાર્ડ છે, તેને બંધ કરીને ઇએમવી ચિપવાળા ડેબિટ કાર્ડ આપવાની યોજના બનાવી રહી છે. એસબીઆઇએ અધિકૃત ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. હાલના મેજિસ્ટ્રિપ(મેગ્નેટિક) ડેબિટ કાર્ડ 31 ડિસેમ્બરથી બંધ થઇ જશે. તેના બદલે ગ્રાહકોને એએમવી ચિપવાળા ડેબિટ કાર્ડ લેવા પડશે. જો કોઇ ગ્રાહક ઇએમવી ચિપવાળા ડેબિટ કાર્ડ નહીં લે તે જૂના કાર્ડનો ઉપયોગ નહીં કરી શકે, કારણ કે એટીએમ તેનો સ્વીકાર જ નહીં કરે.

ગ્રાહકોએ શું કરવું પડશે
અધિકૃત ટ્વીટમાં બેન્કે કહ્યું છે કે જૂના એટીએમ કાર્ડ બદલાવીને તેના બદલે ઇવીએમ ચિપવાળા ડેબિટ કાર્ડ જારી કરવામાં આવશે. આ કાર્ડ્સને મેળવવા માટે ગ્રાહકોએ ઓનલાઇન બેન્કિંગથી એપ્લાય કરવું પડશે. જો તેવું કરી શકે તેમ નથી તો બેન્કની બ્રાન્ચમાં જઇને એપ્લાય કરી શકે છે. એસબીઆઇએ ફેબ્રુઆરી 2017 પહેલાના એટીએમ કાર્ડ બંધ કરી દીધા છે.

એસબીઆઇ શા માટે આવું કરી રહી છે
એટીએમ કાર્ડનું ક્લોન બનાવીને ગ્રાહકો સાથે જે છેતરપંડી થઇ રહી હતી, જેમાં આરબીઆઇને જાણવા મળ્યું કે મેગ્નેટિક સ્ટ્રાઇપ કાર્ડ જૂની ટેક્નિક થઇ ચૂકી છે અને તે સુરક્ષિત પણ નથી. જેના કારણે તેને બંધ કરવામાં આવી રહ્યાં છે. તેના સ્થાને EMV ચિપ કાર્ડને તૈયાર કરવામાં આવ્યા છે.

ઇવીએમ ચિપવાળા કાર્ડ છે વધારે સુરક્ષિત
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનું કહેવું છે કે ઇવીએમ ચિપવાળા કાર્ડ હાલના ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડની સરખામણીએ વધારે સુરક્ષિત છે. નવા કાર્ડમાં એક નાની અમથી ચિપ લાગેલી હશે, જેમાં તમારા ખાતાની તમામ માહિતી હશે. આ જાણકારી ઇનક્રિપ્ટેડ હોય છે, જેથી કોઇ તેના ડેટાને ચોરી શકતું નથી. ઇવીએમ ચિપવાળા કાર્ડમાં ટ્રાન્જેક્શન દરમિયાન યુઝરની ઓળખ કરવા માટે એક યુનિક ટ્રાન્જેક્શન કોડ જનરેટ થાય છે. જે વેરિફિકેશનને સપોર્ટ કરે છે, જ્યારે મેગ્નેટિક સ્ટ્રાઇપ કાર્ડમાં એવું થતું નથી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker