અમદાવાદમાં સાસુએ વહુને પોતાની કિડની દાન કરી આપ્યું નવજીવન

 અમદાવાદઃ આશા ભુત્રા(37) પાછલા એક દશકાથી કિડની સંબંધીત સમસ્યાથી પીડાતી હતી. અનેક આરોગ્ય અંગેના ઇશ્યુ પછી સુરતમાં કાપડ વેપાર સાથે સંકળાયેલ પરિવારને ખબર પડી કે એક સંતાનની માતા તેમની પુત્રવધુની જમણી કિડની ખરાબ થઈ રહી છે. સમય જતા ડાબી કિડનીમાં પણ આ સંક્રમણ ફેલાયું અને હવે તેમની પાસે એક જ ઓપ્શન બાકી રહ્યો કિડની ટ્રાન્સપ્લાન્ટ.

અમદાવાદની હોસ્પિટલમાં ન્યુફ્રોલોજિસ્ટર અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન ડો.મનોજ ગુમ્બરે કહ્યું કે, ‘આ કેસ થોડો અલગ હતો કેમ કે ભુત્રાના પતિ અને પિતાને ડાયાબિટિઝ હતું અને તેની માતાની ઉંમર 69 વર્ષ હતી. જેથી ડાયાલિસિસ તો એક ઓપ્શન હતો પરંતુ તે પરમેનન્ટ સોલ્યુશન નહોતું. આ માટે એક કિડની ડોનરની શોધ હતી જે પોતાની કિડની આપી શકે. આ શોધ ભુત્રાના સાસુ શાંતિદેવી(65) પર જઈને અટકી.’ તેમણે ઉમેર્યું કે, ‘આમ તો ભાગ્યે જ એવું જોવા મળે છે કે કિડની ડોનર સાસુ કે સસરા હોય.’

મૂળ રાજસ્થાન નિવાસી શાંતિદેવીને કિડની ડોનર તરીકે રજિસ્ટર કરવાની પ્રોસેસ ખૂબ લાંબી હતી. પરંતુ ત્રણ મહિનાની આ પ્રોસેસ બાદ અમદાવાદમાં સફળ ઓપરેશન કરવામાં આવ્યું. આ અંગે સાસુ શાંતિદેવીએ કહ્યું કે, ‘જ્યારે મે કહ્યું કે મારી કિડની હું દાનમાં આપીશ ત્યારે મારા મગજમાં કોઈ શંકા જ નહોતી. હું મારી દીકરીને જ નવી લાઈફ આપી રહી છું. તે પણ એક માતા છે અને જ્યારે હું એક માતા થઈને તેને હેલ્પ કરી શકું તો શા માટે મારે ન કરવી જોઈએ.’

આ જવલ્લેજ જોવા મળતી સર્જરી બાદ પૂર્ણ ટ્રીટમેન્ટ લીધા પછી આશા ભુત્રા તેના પરિવાર સાથે પરત સુરત ફરી છે. જોકે ડૉ ગુમ્બરે કહ્યું કે, ‘રાજ્યમાં એવા સેંકડો છે જેઓ આશા જેવી સમસ્યા સામે લડી રહ્યા છે. આપણે ત્યાં અંગદાન થાય છે પરંતુ તે પૂરતું નથી આપણે હજુ પણ લોકોમાં અવેરનેસ વધારવાની જરુર

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top