પુણેના કોરેગાંવ ભીમા વિસ્તારમાં ભડકેલી હિંતાના વિરોધમાં આજે મહારાષ્ટ્ર બંધની વ્યાપક અસર દેખાઈ રહી છે. થાણે રેલવે સ્ટેશન પર આંદોલનકારીઓએ ટ્રેન રોકીને પ્રદર્શન કર્યું છે. મહારાષ્ટ્ર બંધથી મુંબઈની ગતિ ધીમી થઈ ગઈ છે. અહીના પ્રસિદ્ધ ડબ્બાવાળા એસોસિએશને પણ પોતાની સેવા રદ કરી દીધી છે.
Maharashtra: Protests being carried out in the state; visuals from Nagpur’s Shatabdi Square #BhimaKoregaonViolence pic.twitter.com/CRxHim7qOl
— ANI (@ANI) January 3, 2018
પ્રદર્શનકારીઓના આક્રામક સ્વરુપમાં દેખાઈ રહ્યા છે, મુંબઈના ઘાટકોપરથી રામબાઈ કોલોની અને ઈસ્ટનર્ન એક્સપ્રેસ હાઈવે પર સુરક્ષાબળના જવાનોને તૈનાત કરાયા છે. મહારાષ્ટ્ર બંધથી જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. રસ્તાઓ પર વાહનો ઓછા હોવાના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારીપ બહુજન મહાસંઘના અધ્યક્ષ ડો. પ્રકાશ આમ્બેડકરે મંગળવારે મહારાષ્ટ્રબંધની ઘોષણા કરી હતી. જેના સમર્થનમાં મહારાષ્ટ્ર લોકતાંત્રિક ગઠબંધન, વામપંથી લોકતાંત્રિક ગઠબંધન, જાતિમુક્ત આંદોલન પરિષદ અને એલ્ગાર પરિષદના 250 જેટલા વિવિધ સંગઠનો અને સંભાજી બ્રિગેડ દ્વારા કરવામાં આવ્યું છે.
નવા વર્ષના દિવસે પુણેના કોરેગાંવ ભીમા વિસ્તારમાં મરાઠા અને દલીત જુથ વચ્ચે થયેલ એક હિંસક ઝડપ બાદ જાતીય હિંસા મહારાષ્ટ્રના 18 જિલ્લાઓમાં ફેલાઈ ગઈ છે. મુંબઈ, પુણે, ઔરંગાબાદ, અહમદનગર, હડપસર અને ફુરસુંગીમાં પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. મુંબઈના મુલુંડ, કુર્લા, ચેમ્બૂર અને માનખૂર્દ સહિતાના વિસ્તારો હિંસાથી સૌથી વધુ પ્રભાવીત છે.