RBI જલ્દી જ જારી કરશે 10 રૂપિયાની નવી નોટ, જાણો વધુ

રિર્ઝવ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઇએ 200 અને 50 રૂપિયાની નવી નોટ માર્કેટમાં લાવી છે. તે પછી હવે બહુ જલ્દી જ 10 રૂપિયાની નવી નોટ પણ બજારમાં આવશે. નવી નોટ મહાત્મા ગાંધીની સીરીજ હેઠળ જ બહાર પડશે. પણ તેનો રંગ સૌથી અલગ હશે. ખબરોના મત મુજબ આરબીઆઇએ અત્યાર સુધીમાં 10 રૂપિયાની 100 કરોડથી વધુ સંખ્યાની નોટ છાપી ચૂક્યું છે. આરબીઆઇએ નવી નોટની ડિઝાઇનને મંજૂરી ગત સપ્તાહે જ આપી દીધી છે. બજારમાં આવનારા 10 રૂપિયાની નવી નોટનો રંગ ચોકલેટ બ્રાઉન રંગનો હશે. અને તેમાં ઓડિસ્સાના પ્રસિદ્ધ કોણાર્ક સૂર્ય મંદિરની છાપ હશે. સાથે જ માનવામાં આવે છે કે 10 રૂપિયાની આ નવી નોટાના સુરક્ષા ફિચર્સ પહેલા કરતા સરસ હશે.

ઉલ્લેખનીય છે કે 10 રૂપિયાની નોટની ડિઝાઇન 12 વર્ષ પહેલા 2005માં 10 રૂપિયાની નોટની ડિઝાઇન બદલવામાં આવી હતી. ગત વર્ષે આરબીઆઇએ મહાત્મા સીરીઝના 200 અને 50 રૂપિયાના નોટ જાહેર કરવામાં આવ્યા હતા. 8 નવેમ્બર 2016ના રોજ સરકારે 1000 અને 500 રૂપિયાની નોટને રદ્દ કરી હતી

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here