કેરળ: અહીંયા પૂર ભયંકર આપત્તિ બનીને સામે આવ્યું છે. વરસાદ અને પૂરના કારણે 16 ઓગસ્ટના રોજ 24 કલાકની અંદર 106 લોકોના મરી જવાના સમાચાર છે. ઓક્સિજનની અને બળતણની અછતને કારણે સંકટ વધી ગયું છે. તેની અસર બચાવકાર્ય પર પડી છે. ગઇ 8 ઓગસ્ટથી અત્યાર સુધી કેરળમાં જળપ્રલયના કારણે 173 લોકોના જીવ ગયા છે. કેરળના ચેંગન્નૂરમાં પરિસ્થિતિ ખૂબ ખરાબ છે.
મદદની અપીલ કરી રડવા લાગ્યા MLA
શુક્રવારે 17 ઓગસ્ટના રોજ ચેંગન્નૂરના માકપા ધારાસભ્ય સાજી ચેરિયને પીએમ નરેન્દ્ર મોદીને મદદની અપીલ કરીને ટીવી સ્ટુડિયોમાં જ રડવા લાગ્યા.પોતાના વિધાનસભા ક્ષેત્રની પરિસ્થતિનું વર્ણન કરીને ચેરિયને રડતાં-રડતાં કહ્યું, “પ્લીઝ મોદીને કહો તેઓ અમને હેલિકોપ્ટર આપે, અમને હેલિકોપ્ટર જોઇએ છે. પ્લીઝ, પ્લીઝ, નહીંતો 50,000 લોકો મરી જશે. અમે લોકો નેવી પાસે છેલ્લાં 4 દિવસોથી મદદ માંગી રહ્યા છીએ, પરંતુ અત્યાર સુધી કોઇ મદદ નથી પહોંચી. હવે એકમાત્ર ઉપાય એરલિફ્ટનો જ રહ્યો છે, પ્લીઝ, પ્લીઝ, પ્લીઝ.”
10 હોડીઓ ચેંગન્નૂર મોકલવામાં આવી
– રિપોર્ટ્સ પ્રમાણે, ધારાસભ્ય સાજી ચેરિયનની વિનંતી પછી નેવીએ 10 હોડી ચેંગન્નૂરમાં મોકલી છે. શુક્રવારે સાંદે સીએમ પી. વિજયને પણ સ્વીકાર્યું હતું કે ચેંગન્નૂર પૂરથી સૌથી ખરાબ રીતે પ્રભાવિત વિસ્તારોમાંનું એક છે. સીએમના જણાવ્યા પ્રમાણે, પૂરની પ્રચંડ ધારાઓને કારણે અહીંયા રેસ્ત્યુ ઓપરેશનમાં ઘણી તકલીફો પડી રહી છે.
જુઓ તસવીરો..
– ઉલ્લેખનીય છે કે પીએમ મોદી શનિવારે શનિવારે 18 ઓગસ્ટના રોજ કેરળના કોચિ પહોંચ્યા. પીએમ શુક્રવારે સાંજે જ પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીજીની અંતિમયાત્રામાં સામેલ થયા પછી કેરળ આવી ગયા હતા.
જુઓ તસવીરો..
જુઓ તસવીરો..
જુઓ તસવીરો..
જુઓ તસવીરો..
જુઓ તસવીરો..