કેરળ: શૌર્યચક્રથી સન્માનિત નેવી કેપ્ટને છત પર હેલિકોપ્ટર ઉતારી બચાવી 26 લોકોની જિંદગી

કેરળમાં છેલ્લા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યના 12 જિલ્લામાં પૂરથી સ્થિતિ છે. પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે આર્મી, નેવી, એરફોર્સ અને એનડીઆરએફની ટીમો દિવસ-રાત કામ કરી રહી છે. નેવી ટીમના સભ્ય અને શૌર્ય ચક્ર વિજેતા કેપ્ટન પી રાજકુમારે શુક્રવારે એક મકાનની છત પર સી કિંગ 42B હેલિકોપ્ટર ઉતારીને 26 લોકોના જીવ બચાવ્યા.

ઓખી સાયક્લોન દરમિયાન પણ બજાવી ફરજ

નેવીએ જણાવ્યું કે નવેમ્બર-ડિસેમ્બર 2017 દરમિયાન ભારતના દક્ષિણ તટ પર ઓખી સાઇક્લોન આવ્યું હતું. તે દરમિયાન કેપ્ટન રાજકુમારે પોતાની ટીમની સાથે મળી સમુદ્રમાં ફસાયેલા 218 લોકોને બચાવ્યા હતા. તેઓએ અડધી રાતે આ ઓપરેશનને પાર પાડ્યું હતું. ત્યારબાદ રાજકુમારને શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યું હતું. નેવીના પ્રવક્તાએ રાજકુમારના સાહસિક પ્રયાસનો એક વીડિયો પણ રિટ્વિટ કર્યો.

કેરળમાં ભારે વરસાદ અને પૂરના કારણે 324નાં મોત

જુઓ તસવીરો.. 

કેરળની તબાહીની 60 તસવીરો: જુઓ, વરસાદે રાજ્યમાં કેવો વિનાશ વેર્યો

કેરળમાં ભારે વરસાઇ પડી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 324 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને ત્રણ લાખ લોકોથી વધુ લોકો ઘરવિહોણા થયા છે. સરકારે સમગ્ર રાજ્યમાં 2094 રાહત કેમ્પ બનાવ્યા છે. બીજી તરફ, બચાવ અને રાહત કાર્ય માટે 40 હજાર પોલીસકર્મી, 3200 ફાયર ટેન્ડર, નેવીની 46 ટીમો, એરફોર્સની 13, આર્મીની 16 અને એનડીઆરએફની 21 ટીમો તહેનાત કરવામાં આવી છે.

કેરળની તબાહીની 60 તસવીરો: જુઓ, વરસાદે રાજ્યમાં કેવો વિનાશ વેર્યો
કેરળની તબાહીની 60 તસવીરો: જુઓ, વરસાદે રાજ્યમાં કેવો વિનાશ વેર્યો
કેરળની તબાહીની 60 તસવીરો: જુઓ, વરસાદે રાજ્યમાં કેવો વિનાશ વેર્યો
કેરળની તબાહીની 60 તસવીરો: જુઓ, વરસાદે રાજ્યમાં કેવો વિનાશ વેર્યો
કેરળની તબાહીની 60 તસવીરો: જુઓ, વરસાદે રાજ્યમાં કેવો વિનાશ વેર્યો
કેરળની તબાહીની 60 તસવીરો: જુઓ, વરસાદે રાજ્યમાં કેવો વિનાશ વેર્યો

અત્યાર સુધી 3000 લોકોને બચાવવામાં આવ્યા

કેરળની તબાહીની 60 તસવીરો: જુઓ, વરસાદે રાજ્યમાં કેવો વિનાશ વેર્યો

કેરળની તબાહીની 60 તસવીરો: જુઓ, વરસાદે રાજ્યમાં કેવો વિનાશ વેર્યો

જુઓ તસવીરો.. 

જુઓ તસવીરો.. 

કેરળની તબાહીની 60 તસવીરો: જુઓ, વરસાદે રાજ્યમાં કેવો વિનાશ વેર્યો

જુઓ તસવીરો.. 

કેરળની તબાહીની 60 તસવીરો: જુઓ, વરસાદે રાજ્યમાં કેવો વિનાશ વેર્યો

જુઓ તસવીરો.. 

કેરળની તબાહીની 60 તસવીરો: જુઓ, વરસાદે રાજ્યમાં કેવો વિનાશ વેર્યો

નેવીના અધિકારીઓએ જણાવ્યું કમે શુક્રવારે 310 લોકોને હોડી અને 176ને હેલિકોપ્ટરની મદદથી બચાવવામાં આવ્યા. અત્યાર સુધી 3000થી વધુ લોકોને પૂરગ્રસ્ત વિસ્તારમાંથી બચાવવામાં આવ્યા છે. કેરળના ત્રણ જિલ્લા થિસરુર, અર્નાકુલમ અને પઠાનમથિટ્ટામાં વધુ મુશ્કેલી છે. નેવીની એક ટીમ અહીં પણ મોકલવામાં આવી છે. તેના માટે એએલએચ, સી કિંગ, ચેતક અને એમઆઈ-17 જેવા વાયુયાનોને બચાવ કાર્યમાં લગાવવામાં આવ્યા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top