કરુણા શુક્લાએ આરોપ લગાવતા કહ્યું હતું કે વાજેપેયીજીના જીવનકાળ દરમિયાન પાર્ટીએ તેમના નામનો લાભ લીધો હતો અને તેમના નિધન પછી પણ રાજનિતીમાં ફાયદા માટે પાર્ટી તેમના નામનો ઉપયોગ કરી રહી છે.
અટલ બિહારી વાજપેયીજીની ભત્રીજીએ ગુરુવારે બીજેપી ઉપર આરોપ લગાવ્યો છે કે પાર્ટી સ્વાર્થના કારણે અને 2019માં ફાયદા માટે પૂર્વ પ્રધાનમંત્રીના નામનો ઉપયોગ કરી રહી છે. મીડિયા સાથે વાતચીત કરતા પૂર્વ પ્રધાનમંત્રી અટલજીની ભત્રીજી અને કોંગ્રેસની નેતા કરુણા શુક્લાએ કહ્યું હતું કે બીજેપી સ્વાર્થી પાર્ટી છે અને અટલ બિહારી વાજપેયીના નામ પર રાજનિતી કરી રહી છે. તેમનો નામનો ઉપયોગ કરીને પાર્ટી 2019ની ચુંટણી માટે તૈયાર થઈ રહી છે.
કરુણા શુક્લાએ આરોપ લગાવતા કહ્યું હતું કે વાજેપેયીજીના જીવનકાળ દરમિયાન પાર્ટીએ તેમના નામનો લાભ લીધો હતો અને તેમના નિધન પછી પણ રાજનિતીમાં ફાયદા માટે પાર્ટી તેમના નામનો ઉપયોગ કરી રહી છે.
શુક્લાએ કહ્યું હતું કે બીજેપીએ અટલ બિહારી વાજપેયીના નિધન પર રાજનીતિ કરવા માટે શરમ આવવી જોઈએ. મતદાતાઓને આ વાતની સમજણ પડશે.
ઉલ્લેખનીય છે કે બીજેપી મુખ્યાલયથી સ્મૃતિ સ્થળ સુધી અટલ બિહારી વાજપેયીજીની અંતિમ યાત્રામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને પાર્ટીના ઘણા વરિષ્ઠ સભ્યો, પાર્ટીના હજારો કાર્યકર્તાઓ સાથે વાહનની પાછળ-પાછળ રહ્યા હતા.
અટલ બિહારી વાજપેયીજી પોતાનો કાર્યકાળ પુરો કરનાર દેશના પ્રથમ બિન-કોંગ્રેસી પ્રધાનમંત્રી હતા. વાજપેયીજીએ ઘણા દળોના ગઠબંધન સાથે સફળતાપૂર્વક ચલાવી પોતાનો કાર્યકાળ પુરો કર્યા હતા. 16 ઓગસ્ટે લાંબી બિમારી પછી વાજપેયીજીનું 93 વર્ષની ઉંમરમાં નિધન થયું હતું.