હાર્દિકના ઉપવાસના છેક નવમા દિવસે પરેશ ધાનાણી ગયા મળવા, એન્ટ્રી કરાવ્યા વગર સીધા પહોંચ્યા

અમદાવાદઃ હાર્દિકના ઉપવાસના સમર્થનમાં એકબાદ એક કોંગ્રેસ નેતા આવી રહ્યા છે ત્યારે આજે તેને મળવા માટે ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા એવા પરેશ ધાનાણી ઉપવાસી છાવણીમાં પહોંચ્યા હતા. કોંગ્રસના પાટીદાર નેતા એન્ટ્રી કરાવ્યા વગર સીધા પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે બે દિવસના જળત્યાગ બાદ હાર્દિકે ગઈકાલે (1 સપ્ટેમ્બરે) એસપી સ્વામીના હાથે જળગ્રહણ કરીને ઉપવાસ ચાલુ રાખ્યા હતા. શ્રાવણમાં તહેવારો ચાલી રહ્યા છે અને ભક્તિમય માહોલ ચાલી રહ્યા છે તેવા સમયે હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે નવમો દિવસ છે.

શ્રાવણમાં તહેવારો ચાલી રહ્યા છે અને ભક્તિમય માહોલ ચાલી રહ્યા છે તેવા સમયે હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે નવમો દિવસ છે. હાર્દિકના સમર્થનમાં આજે દેશભરમાંથી લોકો આવશે એવો હાર્દિકના સાથીઓ આશાવાદ રાખી રહ્યા છે.

હાર્દિકને મળવા આવતા પાટીદારોની સાબરકાંઠામાં અટકાયત

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગઢોડા ગામથી માં ઉમિયાના રથા સાથે 3 હજાર પાટીદારો અને ખેડૂતો અમદાવાદ આવવા નીકળ્યા હતા. ત્યારે તલોદ રોડ પર અટકાવી દેવામાં આવ્યા હતા. જિલ્લાની એસઓજી, એલસીબી, ક્યુઆરટી અને સ્થાનિક પોલીસનો મોટો કાફલો ખડકીને અમદાવાદ જઈ રહેલા પાટીદારોને રોકી દેવામાં આવ્યા હતા.

પોલીસે પદયાત્રીઓને મંજૂરી મેળવીને જવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો હતો. જેના વિરોધમાં માતાજીનો રથ લઈને નીકળેલા પાટીદારો અને ખેડૂતો જેમાં મહિલાઓ પણ સામે છે તેઓ રોડ પર બેસી ગયા હતા. જેને પગલે પોલીસે તેમની અટકાયત કરી હતી.

હાર્દિકની શારીરિક સ્થિતિ નાજૂક

હાર્દિકનાં હેલ્થ બુલેટિનમાં તેની સ્થિતિ ખૂબ નાજૂક હોવાનું બહાર આવ્યું છે. તેની કિડનીમાં ઈન્ફેક્શન વધી રહ્યું છે અને પેશાબમાં રસીનું પ્રમાણ જોવા મળ્યું છે. એસીટોનની માત્રા દિવસેને દિવસે વધી રહી છે. ઈલેક્ટ્રોલાઈટ ઈમબેલેન્સ જોવા મળે છે

Scroll to Top