ફેસબુક પેજ પર 15 હજાર લાઈક્સ, ટ્વીટર પર 5 હજાર ફોલોઅર્સ અને એક વ્હોટ્સએપ ગ્રુપ, આ નિયમ અને શરતો છે મધ્યપ્રદેશમાં કોંગ્રેસ તરફથી ચૂંટણી લડવાની. અસલમાં સમયની સાથે સાથે ચૂંટણી લડવાની યોગ્યતામાં પણ ઘણા ફેરફારો આવ્યા છે. સોશિયલ મીડિયાના જમાનામાં હવે ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવનારા કાર્યકર્તાઓનું આ પ્લેટફોર્મ્સ પર સક્રિય હોવું ઘણું મહત્વનું છે.
મધ્ય પ્રદેશ કોંગ્રેસ કમિટિ (MPCC)એ ઉમેદવારો અને ટિકિટ મેળવવા ઈચ્છા ધરાવનારા લોકોને પત્ર લખ્યો છે. આમા ચૂંટણી લડવા માટેના નિયમ તથા શરતો પણ છે. આમા કહેવામાં આવ્યું છે કે, ‘તેમના ફેસબુક પેજ પર 15 હજાર લાઈક્સ, ટ્વીટર પર 5 હજાર ફૉલોઅર્સ અને બૂથ લેવલ કાર્તકર્તાઓનું એગ વ્હોટ્સએપ ગ્રુપ હોવું જોઈએ.’
એટલું જ નહીં કાર્યકર્તાઓ અને ઉમેદવારોએ MPCCના ટ્વીટર એકાઉન્ટ પરથી દરેક પોસ્ટને્ રિ-ટ્વીટ પણ કરવી પડશે. ટિકિટના દાવેદારો સાથે ધારાસભ્ય અને પદાધિકારીઓને પણ કહેવામાં આવ્યું છે કે, 15 સપ્ટેમ્બર સુધી ટ્વીટર, ફેસબુક અને વ્હોટ્સએપની જાણકારી મધ્ય પ્રદેશ કોંગ્રેસના સોશિયલ મીડિયા અને IT સેલને ઉપલબ્ધ કરાવવામાં આવે.
આ ચિઠ્ઠી MPCCના ઉપાધ્યક્ષ ચંદ્રપ્રભાષ શેખર તરફથી મોકલવામાં આવી છે. જણાવી દઈએ કે, આ જ વર્ષના અંતમાં મધ્ય પ્રદેશમાં ચૂંટણી થવાની છે. આવામાં બંને મુખ્ય પાર્ટીઓમાં તેમની તૈયારીઓમાં કોઈ કચાશ છોડવામાં માગતી નથી.