Ajab GajabArticleNews

કેમ સંભળાય છે? કાનમાં ઘંટડીનો અવાજ, જાણો શું સંકેત આપી રહ્યું છે તમારું મગજ

કુદરત આપણેને આવનારી દુર્ઘટના વિષે પોતાની રીતે હંમેશા સાવચેત કરે છે. આપણા શરીર સાથે પણ કાંઈક એવું જ છે. શરીર પણ આપણેને થનારી ગંભીર બીમારીઓ વિષે સાવચેત કરે છે. દરેક બીમારી થવા પાછળના અમુક લક્ષણ વિશેષ જોવા મળે છે. જે આપણેને ખતરનાક બીમારી વિષે જાણ કરે છે. જો સમય પહેલા જ આ લક્ષણો ઉપર ધ્યાન આપવામાં આવે તો તેનાથી થતા રોગને ઓળખીને તેનો સારો ઈલાજ શક્ય એટલો થઇ શકે છે. એવો જ એક લક્ષણ છે. જેને લોકો અહેસાસ કરે છે પણ તેને સામાન્ય એવો અહેસાસ સમજીને ધ્યાન બહાર પણ કરી દે છે. તે છે કાનમાં ઘંટડી વાગવાનો અહેસાસ જેને વિજ્ઞાનની ભાષામાં ટેનીટસ કહેવામાં આવે છે. આવો જાણીએ કે શું છે? ટેનીટસ અને તેની શું અસર પડી શકે છે આપણા શરીર ઉપર.

મગજના અંદરના ફેરફારના સંકેત છે.

તેનો સંબંધ મગજના થોડા નેટવર્કમાં થતા ફેરફાર સાથે છે. આ ફેરફારને કારણે મગજ આરામની સ્થિતિમાં ઓછું અને સતર્કતાની સ્થિતિમાં વધુ આવી જાય છે. એક શોધના રીપોર્ટમાં એ દાવો કરવામાં આવ્યો છે. ‘ન્યુરો ઈમેજ’ પત્રિકામાં છપાયેલા શોધ પરિણામ મુજબ જો તમને બેચેન કરવા વાળું ટીનીટસ છે, તો તમારે જરૂર ધ્યાન સંબંધી સમસ્યા હશે, કેમ કે તમારું ધ્યાન જરૂર કરતા તમારા ટીનીટસ સાથે જોડાયેલું હશે અને બીજી વાતો ઉપર ઓછું ધ્યાન રહેશે.

માપી નથી શકાતું

શોધકાર્યના નેતૃત્વ કરવા વાળા અમેરિકાના યુનીવર્સીટી ઓફર ઇલીનોયસની ફાતિમા હુસેન કહે છે, “ટીનીટસ અદ્રશ્ય છે. જેવી રીતે આપણે ડાયાબીટીસ કે હાઈપરટેન્શનને નથી માપી શકતા, તેવી રીતે આપણી પાસે રહેલા કોઈ યંત્રથી તેને માપી નથી શકાતું.” હુસેને કહ્યું, “આ અવાજ સતત તમારા મગજમાં રહી શકે છે, પણ કોઈ બીજી વ્યક્તિ તેને નહિ સાંભળી શકે અને કદાચ તે તમારી વાત ઉપર વિશ્વાસ પણ નહિ કરે. તે વિચારી શકે છે કે કદાચ તમારી કલ્પના છે. ડોક્ટર તરીકે અને તેના થોડા લક્ષણોને ઠીક કરી શકીએ છીએ, તેને સંપૂર્ણ ઠીક નથી કરી શકતા, કેમ કે અમે એ નથી જાણતા કે આ શેના કારણે થાય છે.

ક્યા કારણોસર ફાટે છે કાનનો પડદો (ઈયરડ્રમ)

– કાન અને નાક વચ્ચેના આંતરિક ભાગમાં કફ એકઠો થવાથી કે કાનમાં ઇન્ફેક્શન થવાથી પણ કાનનો પડદો ફાટી શકે છે.

– અત્યંત તીવ્ર અવાજ અથવા જેટ પ્લેનનીઘરઘરાટી જેવા ભયાનક ઊંચા અને અચાનક અવાજથી કાનના પડદા પર ભારે દબાણ થાય છે જેને કારણે પણ કાનનો પડદો ફાટવાની શક્યતા રહે છે.

– કાન સાફ કરવા સમયે કાનમાં કોઈ અણીદાર ચીજ વાસ્તુના ઉપયોગથી અથવા કાનના પડદા પર દબાણ દેવાથી પણ તે ફાટી શકે છે.

કઈ રીતે જાણવું કાનનો પડદો ફાટી ગયો છે કે નહીં ?

ઉપરોક્ત દર્શાવેલી ઘટના જો તમારી સાથે પણ બને અને કાનનો પડદો ફાટી ગયો હોય તેમ આશંકા ઉપજે તો તાત્કાલિક સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરનો સંપર્ક કરવો.– મોટેભાગે ડોક્ટર ઓટોસ્કોપીક પરીક્ષણ દ્વારા તેની તપાસ કરે છે. તે સિવાય પણ કેટલાક આધુનિક પરીક્ષણોથી સમસ્યાની ગંભીરતા જાણી શકાય છે.

– ઓડિયોમેટ્રી પરીક્ષણ દ્વારા કાનનો પડદો ફાટવો અને તેના કારણે શ્રવણશક્તિ કેટલી હદે પ્રભાવિત થઈ છે તે જાણી શકાય છે.

– જો કાનની નાજુક અને બારીક નાની નાનીહાડકીઓમાંઇન્ફેક્શન થયું હોય તો તે ક્યાં સ્ટેજ પર પહોંચ્યું છે તે પણ ઓડિયોમેટ્રી પરીક્ષણ દ્વારા જાણી શકાય છે.

– જો નર્વડેમેજ થઈ ગઈ હોય તો ઓપરેશન કર્યા બાદ પણ દર્દીની શ્રવણશક્તિ પાછી આવી શકતી નથી. આવા સમયે હિયરિંગ એઇડના માધ્યમથી જ દર્દી સાંભળી શકે છે.

– કાનની પાછળના ભાગે આવેલી નાની હાડકી જેને મૈસટોએડ કહેવાય છે ત્યાં ઇન્ફેક્શન થયું હોય તો એક્સ-રે અથવા સ્કેનની મદદથી સમસ્યાની ગંભીરતા જાણી શકાય છે.

આધુનિક ટ્રીટમેન્ટ દ્વારા ઈલાજ

– કાનના પડદામાં કાણું પડવાની ફરિયાદ હોય તો ઘણી વાર દવાથી પણ સારું થઈ જાય છે પરંતુ જો ઇન્ફેક્શન કાનની અંદર પણ પ્રવેશી ગયું હોય તો ઓપરેશન કરવું ફરજિયાત બની જાય છે.

– માઇરીંગોપ્લાસ્ટીટ્રીટમેન્ટ દ્વારા ઓપરેશન દ્વારા કાનના પડદાને ફરીથી બનાવવામાં આવે છે આ માટે કાનના ઉપરના ભાગ પરથી ચામડી લઇ છિદ્ર પર લગાવવાની પ્રક્રિયા થાય છે.

– ટિમપૈનોપ્લાસ્ટીટ્રીટમેન્ટ દ્વારા કાનના પડદા પર મોટું કાણું હોય અથવા ઇન્ફેક્શન હોય તો આ ટ્રીટમેન્ટ થકી ઈલાજ કરવામાં આવે છે.

– ઓસીકુલોપ્લાસ્ટીટ્રીટમેન્ટ દ્વારા દર્દીને જો ઇન્ફેક્શન અથવા કોઈ ઇજાના કારણે કાનની ત્રણ પ્રમુખ નાની હાડકીઓ પૈકી એક અથવા વધુ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હોય તો ઈલાજ કરવામાં આવે છે.

– માસ્ટોયડેક્ટૉમિટ્રીટમેન્ટ ત્યારે અપનાવાય છે જ્યારે દર્દીને ક્રોનિકસ્પયુરેટિવઓટાઈટીસ દરમિયાન પર કાનની પાછળની હાડકીને સંપૂર્ણ જીવાણુમુક્ત કરવાની ફરજ પડે.

કાનની સમસ્યાનેહળવાશથી ન લેવી

કાનમાં રસી આવવી, ઓછું સંભળાવવું, કાનમાં દુઃખાવો થવો, કાન ભારે લાગવો, ચક્કર આવવા વગેરે કાનની નેની-મોટી સમસ્યાના પ્રાથમિક લક્ષણો છે.

– સામાન્ય કફ અથવા શરદી પણ ક્યારેક કાનની ગંભીર સમસ્યા માટે શરૂઆત હોઈ શકે. જો લાંબા સમયથી કફ અથવા શરદી રહેતી હોય તો તાત્કાલિક તેનો ઈલાજ કરાવી લેવો હિતાવહ છે.

– બાળક કાનમાં દુખાવાની ફરિયાદ કરે તો કાનમાં તેલ વિગેરે નાખવાની ભૂલ ન કરતા ડાયરેકટ ડોક્ટર દ્વારા જ તપાસ કરાવવી અને તેની સલાહ મુજબ જ અનુસરવું.

– કાનમાં કચરો સાફ કરવા માચીસની સળી, રૂ થઈ બનેલા બડ્સ કે કોઈ ધારદાર ચીજવસ્તુનો ઉપયોગ ન કરવો.

– કાનની કોઈ સમસ્યા હોય કે કાનનું ઓપરેશન કરાવ્યું હોય તેવા દર્દીએ સ્વિમિંગ કરવાનું ટાળવું

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker