છેલ્લા 11 દિવસથી ઉપવાસ ઉપર ઉતરેલા હાર્દિક પટેલના મામલે ઉભી થયેલી માંડાગાંઠને ઉકેલવા માટે રાજ્યની છ મુખ્ય પાટીદાર ધાર્મિક સંસ્થાઓ – ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન, સીદસર ઉમિયા માતાજી સંસ્થાન, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ, સમસ્ત પાટીદાર સમાજ સંસ્થાન સુરત, કાગવડ ખોડલધામ અને અમદાવાદ સરદારધામ સંસ્થાન તરફથી અગ્રણીઓ સીકે પટેલ, જેરામ બાપા અને આર.પી. પટેલ સરકારના પ્રતિનિધિઓ સૌરભ પટેલ અને પ્રદીપસિંહ જાડેજાને મળવા માટે ગાંધીનગર ખાતેના સ્વર્ણિમ સંકુલ ખાતે નમતી સાંજે 6.15 કલાકે બેઠક કરી હતી.
સરકાર તરફથી શું કહેવામાં આવ્યું ?
સંસ્થાઓ સાથે વાતચિત બાદ સરકારના મંત્રી સૌરભભાઇ પટેલે પણ પ્રતિક્રિયા આપી હતી, જેમાં તેઓએ કહ્યું કે સરકારે આ પાટીદાર સંસ્થાઓને ચર્ચા માટે બોલાવવામાં આવી હતી. આ સંસ્થાઓ તરફથી અનેક સૂચનો મળ્યા છે, આ સૂચનો પર આગામી સમયમાં વિચારણા કરવામાં આવશે. હાલ હાર્દિકની સ્થિતિ જોતા અમે સંસ્થાઓને વિનંતિ કરી છે કે ભાઇ હાર્દિકના પારણાં કરાવે, જેમાં હાર્દિક પણ મદદ કરે.
તો બીજી બાજુ છ પાટીદાર ધાર્મિક સંસ્થાઓએ સરકાર સાથેની બેઠક પોઝિટિવ ગણાવી હતી. મંત્રણામાં સામેલ પાટીદાર સંસ્થાના અગ્રણી સી કે પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે હાર્દિકના ઉપવાસને લઇને સરકાર મંત્રણા કરવા માટે અમોને બોલાવ્યા હતા. આ મંત્રણામાં પાટીદાર સમાજને પડતી મુશ્કેલીઓ તથા હાર્દિકના ઉપવાસના મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી છે. સરકારે તમામ મુદ્દાઓ સાંભળ્યા છે અને પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે.
આ પૂર્વે પાટીદાર નેતા અને કોંગ્રેસ આગેવાન લલિત કગથરાએ જણાવ્યું હતું કે પાટીદાર ધાર્મિક સંસ્થાઓએ સરકાર ઉપર દબાણ ઉભું કરીને આ મામલે સરકારને ઉકેલ લાવવા જણાવવાનું જોઈએ। ધાર્મિક સંસ્થાઓ પાસે તમામ તાકાત છે. વળી, તેમણે ઉમેર્યું હતું કે, આ પ્રકારે લેખિતમાં હાર્દિક પાસે કંઈપણ લેખિતમાં માંગવું એ ધાર્મિક સંસ્થાઓ માટે અનુચિત છે, શું અમે યુવાન મિત્રોએ તમને જયારે સમાજમાં પ્રતિનિધિ તરીકે મૂક્યા હતા ત્યારે તમે આ સંસ્થઓમાં સમાજ કે રાજકારણનું કામ કરશો તેવું ત્યારે અમે ક્યારેય લેખિતમાં નહોતું માંગ્યું ? ”
છ મુખ્ય પાટીદાર ધાર્મિક સંસ્થાઓ – ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન, સીદસર ઉમિયા માતાજી સંસ્થાન સહિતની સંસ્થાઓનો સમાવેશ થાય છે
હાલ આ સરકાર અને આ પાટીદાર ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના ખેડૂતોના દેવા માફી અને પાટીદાર સમાજને અનામત મળે તે માટે પાસ કન્વીનર હાર્દિક પટેલ 25 ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. આજે મંગળવારે હાર્દિક પટેલના ઉપવાસનો 11મો દિવસ છે. વચ્ચે ત્રણ દિવસ જળત્યાગ બાદ સંતના હાથે પાણી પીને જળત્યાગને છોડ્યો હતો. જોકે, ઉપવાસના પગલે હાર્દિક પટેલની તબિયત વધારે બગડતી જતી દેખાઇ રહી છે. આજે ઉપવાસના 11માં દિવસે મેડકિલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં બે દિવસમાં હાર્દિક પટેલના વજનમાં ધરખમ ઘટાડો થયો છે.
બીજી તરફ આજે સવારે પાટીદાર સમાજ સંસ્થાઓની બેઠક શરૂ થઇ હતી. જેમાં પાટીદાર સમાજની તમામ છ સંસ્થાઓના પ્રતિનિધિઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે. સુત્રોના જણાવવા માટે આ બેઠકમાં તમામ સંસ્થાઓની પ્રાથમિકતા હાર્દિક પટેલના પારણાં કરાવવાની રહેશે. આ ઉપરાંત હાર્દિક પટેલની માગણી અંગે પણ ચર્ચાઓ કરી હતી. જોકે, બેઠક બાદ સંસ્થાઓ તરફથી સી.કે. પટેલે જણાવ્યું હતું કે, “અમારી પાસે હાર્દિક તરફથી વાત યાવી હતી કે, જો પાટીદાર સમજાની છ અગ્રણી સંસ્થાઓના પ્રતિનિધિ પારણાં કરાવશે તો તે પારણાં કરવા માટે તૈયાર છે.
હાર્દિકે સંસ્થાઓને કહ્યું 3 વર્ષથી તો મધ્યસ્થી કરો જ છો પ્રેસનોટની ક્યાં જરૂર છે?
પાટીદારોની 6 સંસ્થાઓએ હસ્તક્ષેપની ઓફર કરતાં હાર્દિકે જણાવ્યું હતું કે, 3 વર્ષથી આંદોલન ચાલી રહ્યું છે ત્યારે કોઈ લેટર કે પ્રેસનોટ જાહેર કરવાની મારે ક્યાં જરૂર છે? 3 વર્ષમાં તમે મધ્યસ્થી કરીને શું ઉકાળી લીધું છે?