અમદાવાદ: છેલ્લા 12 દિવસથી આમણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલસમાધાન આ મુદ્દે કોંગ્રેસ અને રાજ્ય સરકાર વચ્ચે ફસાઈ ગયો છે. હાર્દિક પટેલ પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફીના મામલે ઉપવાસ આંદોલન કરી રહ્યો છે. જેને કોંગ્રેસના નેતાઓ સીધો ટેકો કરી રહ્યા છે. તેના કારણે હાર્દિકના ઉપવાસ કોંગ્રેસ પ્રેરિત હોવાનો સરકાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
સરકારના આક્ષેપોને પણ કોંગ્રેસના નેતાઓ સમર્થન આપતાં હોય તેમ 11 દિવસના ઉપવાસમાં પહેલાથી આજના 12 દિવસ સુધી હાર્દિકને મળવા દોડી જાય છે. હાર્દિક પટેલના બે મુદ્દાની માંગણીમાંથી જો સરકાર કોઈપણ એક મુદ્દાને સ્વીકારે તો તેનો લાભ રાજકીય રીતે કોંગ્રેસ લઈ શકે છે. આ બાબતનો ભય સરકારને હોવાથી આ મુદ્દે સમાધાન કરવામાં સરકાર પણ અવઢવમાં છે.
પાટીદાર સમાજ પણ એવું માની રહ્યો છે કે હાર્દિકના ઉપવાસમાં કોંગ્રેસ સૌથી વધુ સક્રિય છે. કોંગ્રેસના નેતાઓ પણ પાટીદાર અનામત ના બદલે માત્ર ખેડૂતોના દેવા માફીની માંગણી સરકાર સમક્ષ કરી રહ્યા છે.
ત્યારે જો હાર્દિકના ઉપવાસના મુદ્દે સરકાર અને મધ્યસ્થી વચ્ચે સમાધાન કરવામાં આવે અને ખેડૂતોના દેવા માફી અંગેનો કોઈપણ નિર્ણય લેવામાં આવે તો તેનો સીધો લાભ પાટીદાર અથવા ખેડૂતના બદલે રાજકીય રીતે કોંગ્રેસ લઈ શકે છે. જેના કારણે હાલમાં એવી સ્થિતિ ઊભી થઈ છે કે સરકાર અને મધ્યસ્થી સમાધાન કરવા માટે તૈયાર છે પરંતુ વચગાળાનો કોઈ રસ્તો શોધી રહ્યા છે કે જેમાં હાર્દિકના ઉપવાસનો લાભ કોંગ્રેસ ન લઈ જાય
સરકાર સાથે પાટીદાર અગ્રણીઓની મંત્રણા, હાર્દિકે કહ્યું ‘પાસ’ના ઓફિશિયલ પ્રતિનિધ નથી
સરકારે પાટીદાર સમાજની અગ્રણી 6 સંસ્થાના આગેવાનોને મંત્રણા માટે બોલાવ્યા હતા. ઊર્જામંત્રી સૌરભ પટેલ, કૌશિક પટેલ અને પ્રદીપસિંહ જાડેજાતેમજ પાટીદાર સમાજના અગ્રણીઓ વચ્ચે અઢી કલાક સુધી ચાલેલી આ બેઠકમાં સરકારે પાટીદાર અગ્રણીઓને હાર્દિક પટેલને વહેલી તકે પારણાં કરવા માટે સમજાવવાની જવાબદારી સોંપી હતી. બીજી તરફ હાર્દિક પટેલ તરફથી એવું જણાવાયું છે કે, સરકાર સાથે ચર્ચા કરવા ગયેલા સામાજિક આગેવાનો એ કોઈ ‘પાસ’ના ઓફિશિયલ પ્રતિનિધિ નથી કે તેમને સરકાર સાથે વાત કરવા મોકલાયેલા નથી. જો કોઈ ચર્ચા કરવી હોય તો સરકાર સીધી જ મારા સાથે જ ચર્ચા કરે.
હાર્દિકને મળનાર નરેન્દ્ર મોદી અને ગુજરાત વિરોધી: સૌરભ પટેલ
બીજીતરફ ઊર્જા મંત્રી સૌરભ પટેલે સવારે એવું નિવેદન આપ્યું હતું કે, હાર્દિક પટેલને કોંગ્રેસનો ટેકો છે, હાર્દિકને મળવા જનારા નરેન્દ્ર મોદી અને ગુજરાતના વિરોધીઓ છે. જ્યારે સાંજે પાટીદાર સમાજના આગેવાનો સાથેની બેઠક બાદ સૌરભ પટેલે જણાવ્યું કે, પાટીદાર સમાજની 6 સંસ્થાઓ સાથે વિસ્તૃત ચર્ચા થઇ. સરકાર તે અંગે હકારાત્મક વિચારણા કરશે. અમે સમાજના આગેવાનોને વિનંતી કરી છે કે તમે બને તેટલા ઝડપથી પારણાં કરાવો. જો કે હાર્દિકની ખેડૂતોની દેવામાફીની માગણી અંગે સૌરભ પટેલે કોઈ ફોડ પાડ્યો નહોતો।
જુઓ કોંગ્રેસના કેટલા નેતાઓ ફક્ત હાર્દિકને મળવા આવ્યા પણ અનામત શબ્દ પણ બોલ્યા નહીં:
શક્તિસિંહ ગોહિલ:
…………………………………………….
…………………………………………….
…………………………………………….
…………………………………………….