હાર્દિક પટેલનો FB Live કરી પાટીદારોને મેસેજ, સાંજે 5 વાગ્યા સુધી કરી લો પારણાં હું ઉપવાસ ચાલુ રાખીશ

અમદાવાદ: હાર્દિક પટેલ છેલ્લા 16 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. હાલ તેની એસજીવીપી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે તે વચ્ચે તેણે ફેસબુક લાઈવ કરીને પાટીદાર સમાજને મેસેજ આપ્યો હતો કે, સાંજ સુધીમાં રાજ્યના જુદાજુદા જિલ્લામાં ઉપવાસ પર બેઠેલા પાટીદાર યુવાનો સાંજ સુધીમાં પારણાં કરી લો. હું સાંજ સુધીમાં રજા લઈને ઘરે જઈશ પરંતુ ઉપવાસ ચાલુ રાખીશ.

3 માંગ ના સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખશે

હાર્દિક પટેલે ફેસબુકના માધ્યમથી સમાજના લોકો સુધી મેસેજ પહોંચાડ્યો હતો. જય સરદાર સાથે યુવાનોને જણાવ્યું હતું કે, મારા સમર્થનમાં ગુજરાતના તાલુકા-ગામડામાં મારા સમર્થનમાં ઉપવાસ પર બેઠા છે. તેમના ઉપવાસના કાર્યક્રમ સંઘર્ષોને જોયા પછી તે લોકોને વિનંતી કરું છે કે તાત્કાલિક આજે સાંજે પાંચ વાગ્યા પહેલા પારણાં કરી લેજો. ગામના આગેવાન, વડીલ કે માતા-પિતાના હાથે પારણાં કરજો. પારણાં કરીને આપણી લડાઈ- સંઘર્ષમાં સાથ આપજો સહયોગ આપજો એવી મારી નમ્ર વિનંતી છે, અપીલ છે. 3 માંગો પણ ઉપવાસ ચાલુ રહેશે.

શાંતિ એવી જ જાળવજો

હાર્દિકે ફેસબુક પર જણાવ્યું હતું કે, ઉપવાસ આંદોલન ચાલુ જ છે, આજે ચારથી પાંચ કલાકમાં હોસ્પિટલમાંથી રજા લઈને ઘરે ઉપવાસ પર બેસવાનો છું. ખેડૂતોની દેવા માફી, પાટીદાર અનામત અને અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ આ 3 મુદ્દે છે. હોસ્પિટલમાં આવીને જે સારવાર લેવી પડી છે એ લીધી જ છે. અન્નનો એક પણ દાણો હજુ સુધી શરીરમાં ન નાંખીને આપણી લડાઈ આપણો સંઘર્ષ વિજય સંકલ્પમાં આપણે બધા આગળ વધીએ એવી મારી વિનંતી છે.

શાંતિપૂર્ણ રીતે ગામડે તાલુકે કાર્યક્રમો ચાલુ રાખવા વિનંતી

હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, શાંતિપૂર્ણ રીતે મારા નિવાસે આવતાં એવી રીતે શાંતિપૂર્ણ રીતે જ આવજો. જે શાંતિ જાળવી છે, સલામતી જોખમાઈ નઈ એવી રીતે કામ કર્યું છે. એટલા માટે ફરીથી કહું છું, શાંતિપૂર્ણ રીતે આપણા કાર્યક્રમો ગામડે તાલુકે ચાલે છે એ ચલાવજો. ઉપવાસ પર બેઠા છો એ મિત્રો તાત્કાલિક ધોરણે પારણાં કરી લેજો. મને મનતાં હોય સમજતાં હોય મારી વાતનું માન રાખતાં હોય તેઓને પારણાં કરી લેવા વિનંતી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top