દરેક સમાજને અનામતનો લાભ મળવો જોઇએ: BJP ના કેન્દ્રીયમંત્રી

દરેક સમાજને અનામતનો લાભ મળવો જોઇએ: BJPના કેન્દ્રીયમંત્રી

હાર્દિક પટેલ છેલ્લા 16 દિવસથી પાટીદાર અનામત આંદોલન માટે આમરણાંત ઉપવાસ ઉપર બેઠો છે. ત્યારે BJP ના કેન્દ્રીયમંત્રી અને બનાસકાંઠાના સાંસદ હરી ચૌધરીએ અનામતના મામલે એક મોટું નિવેદન કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, દરેક સમાજને અનામતનો લાભ મળવો જોઇએ.

આર્થિક ધોરણે અનામતની તરફેણ કરતા ભાજપના મંત્રી હરીભાઈ ચૌધરીએ આર્થિક અનામતની તરફેણ કરી છે. પિતાએ લાભ લીધો તો દિકરાને અનામત ન મળવી જોઈએ. ભાજપના મોટા OBC નેતાનું મહત્વનું નિવેદન આપ્યું છે.

તેમણે કહ્યું કે, હું મંત્રી થયો, હવે મારા દિકરાને અનામત ન મળવી જોઈએ. તમામ સમાજના લોકોમાં અનામતની જરૂરિયાતવાળા લોકો છે. સમાજના માત્ર 20 થી 25 ટકા લોકોએ જ અનામતનો લાભ લીધો છે. અનામતના લાભને અન્ય સમાજ સુધી વિસ્તારવાની જરૂર છે. હરીભાઈ હાલ બનાસકાંઠાના ભાજપના સાંસદ છે. કોલસા અને ખાણ રાજ્યમંત્રી તરીકે મોદી મંત્રીમંડળમાં છે. ચૌધરી સમાજમાં હરીભાઈ ચૌધરી વગદાર વ્યક્તિ છે.

એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવેલા BJP સરકારના કેન્દ્રીય મંત્રી હરી ચૌધરીએ જણાવ્યું હતું કે, “દરેક સમાજને અનામતનો લાભ મળવો જોઇએ. 20થી 25 ટકા લોકોએ જ અનામતનો લાભ લીધો છે. જે લોકો એકવાર અનામતનો લાભ લે તે બાદ અન્ય સમાજને પણ અનામતનો લાભ મળવો જોઇએ.”

હરિભાઈ ચૌધરીને પુછાયેલા પ્રશ્નના જવાબમાં કહ્યું કે મારા છોકરા શા માટે અનામત માગે ?. હરિભાઈ ચૌધરીએ અનામતને લઈને જણાવ્યું કે અનામતનો હક બીજા સમાજને પણ મળવો જોઈએ. મહેસાણામાં યોજાયેલા ચૌધરી સમાજના સંમેલનમાં હરિભાઈ ચૌધરીએ અનામત મુદ્દે કહ્યું કે જે લોકોએ એક વખત અનામતનો લાભ લીધો હોય ત્યારે બીજા સમાજને પણ અનામત આપવી જોઈએ. બીજા સમાજને પણ અનામતનો લાભ મળે તેવું હરિભાઈએ જણાવ્યું છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top