પાટીદારોના મુદ્દે ભાજપ યુવા મોરચાના કાર્યકરો બાખડ્યા છુટ્ટાહાથની મારામારી, જમણવારમાં થાળીઓ ઉડી

અમદાવાદ: ભાજપ યુવા મોરચા દ્વારા આજે અમદાવાદ ખાતે યોજાયેલા દિગ્વિજય દિવસ સમારોહમાં ભાજપ યુવા મોરચાના કાર્યકરો વચ્ચે પાટીદારોના મુદ્દે છુટ્ટા હાથની મારામારી થઇ હોવાનું જાણવા મળેલ છે. આ ઉપરાંત લાડુ પુરીના જમણ દરમિયાન પણ ઓવર ક્રાઉડ થઈ જતા થાળીઓ ઉડી હતી.

ભાજપ યુવા મોરચા દ્વારા આજે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે વિવેકાનંદ જયંતી નિમિત્તે દિગ્વિજય દિવસ મને આ અંગે ભાજપ યુવા મોરચાનો એક અધિવેશન રાખવામાં આવ્યું હતું. અધિવેશનમાં ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત પ્રદેશના નેતાઓ અને મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આજે બપોરે યોજાયેલા આ અધિવેશનમાં સૌપ્રથમ ગુજરાતી આવેલા યુવા મોરચાના કાર્યકરો માટે લાડુ પુરી નું જમણ રાખવામાં આવ્યું હતું. આ જમણવાર દરમિયાન કાર્યકરોનો ધસારો થઈ જતા થાળીઓ ઉડી હતી. એટલુ જ નહીં કાર્યક્રમ શરૂ થાય તે પહેલા અમદાવાદ અને સુરતના કેટલાક કાર્યકરો વચ્ચે પાટીદારોના મુદ્દે શરૂ થયેલી ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા છુટ્ટા હાથની મારામારી સુધી મામલો પહોંચી ગયો હતો.

હાર્દિકના ઘરે પોલીસે કરેલા દુર્વ્યવહારની CMને રજૂઆત કરવા જતાં સમગ્ર રાજ્યમાંથી આવેલા પત્રકારોની અટક

હાર્દિક પટેલને હોસ્પિટલથી ઘરે લઈ જતી વખતે તેનું કવરેજ કરતાં પત્રકારો પર પોલીસે દુર્વ્યહાર કર્યો હતો. જેનો વિરોધ નોંધાવવા માટે આજે તંત્રીઓ અને પત્રકારો સ્વર્ણિમ સંકુલ જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમની અટકાયત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરવા જતાં પત્રકારોની અટકાયત કરાતાં મીડિયામાં રોષ જોવા મળ્યો હતો.

પોલીસે પત્રકારો સાથે કરી ધક્કામુક્કી

સ્વર્ણિમ સંકુલ 1માં મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરવા જઈ રહેલા પત્રકારોને પોલીસે ધક્કામુક્કી કરી હતી અને અટકાયત કરી હતી. 300 જેટલા નાનામોટા અખબારો અને ચેનલોના પત્રકારોની સાથે દૂર્વ્યવહાર કરીને લોકશાહીનું હનન કરવામાં આવ્યું હતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top