તેલંગાણામાં જુઠ્ઠી શાનના નામ પર 23 વર્ષના ઇસાઇ દલિત યુવક પ્રણયની હત્યાએ આખા રાજ્યને હચમચાવી નાંખ્યું છે. ઘટના બાદથી લોકો આઘાતમાં સરી પડ્યા છે. પ્રણય અને તેની પત્ની અમૃતા વાર્ષિણીના બે વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ શેર થઇ રહ્યા છે. ખૂબ જ સુંદર રીતે ફિલ્માવેલા પહેલાં વીડિયોમાં આ કપલ કોઇ ફિલ્મ સ્ટારની જેવા લાગી રહ્યાં છે.
હૈદ્રાબાદથી 80 કિલોમીટર દૂર આવેલા સિદ્દીપેટની પાસે હિડેન કાસ્ટેલની ચારેય બાજુ શુટ કરાયેલ પ્રી વેડિંગ વીડિયો જોઇને લાગી રહ્યું છે કે બંને લોકો સ્કોટલેન્ડમાં છે અને કોઇ તેલુગુ ફિલ્મનું શુટિંગ કરી રહ્યાં છે.
અમૃતા દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલા આ વીડિયોને અત્યાર સુધી સેંકડો લોકો શેર અને હજારો લોકો લાઇક કરી ચૂકયા છે. દલિત સમુદાયમાંથી આવતા પ્રણય સાથે પોતાની દીકરીએ આ રીતે પ્રેમ કર્યો તેના પર પિતા ટી.મૂર્તિ રાવ ખૂબ જ ક્રોધે ભરાયેલા હતા. રાવ ઉચ્ચ જાતિ સાથે સંબંધ ધરાવે છે.
ગર્ભવતી પત્ની સામે જ પતિની હત્યા
બંને શાળા-કોલેજમાં સાથે ભણતા હતા, તે દરમિયાન તેમને પ્રેમ થઇ ગયો હતો. ગયા શુક્રવારે પ્રણય પોતાની ગર્ભવતી પત્ની અમૃતવાર્ષિણી રાવની સાથે નાલગોંડાની હોસ્પિટલથી બહાર નીકળી રહ્યો હતો. પ્રણય પોતાની ગર્ભવતી પત્નીને લઇ ચેકએપ કરાવા માટે આવ્યો હતો. ત્યારે પાછળથી એક શખ્સે તેના પર હથિયારથી હુમલો કર્યો હતો. જ્યાં સુધી પ્રણય મૃત્યુ પામ્યો નહીં ત્યાં સુધી તેના પર તે હુમલો કરતો રહ્યો. આ હત્યાકાંડનો વીડિયો ખૂબ વાયરલ થયો છે.
આ ઘટનાએ સમગ્ર તેલંગાણાને હચમચાવી દીધું છે. લોકો એક પિતાની ક્રૂરતા અને એક દીકરીનું દર્દ જોઇ આઘાતમાં છે, જેનો એક માત્ર ગુનો એક દલિત છોકરાના પ્રેમમાં પડવું અને લગ્ન કરવાનો હતો. આ ઘટના બાદ મિત્રો અને સંબંધીઓએ વિરોધ પ્રદર્શન કર્યું તો અમૃતાએ પ્રતિજ્ઞા કરી છે કે તે પોતાના પતિને ન્યાય અપાવીને જ રહેશે.
જમાઇને ત્રણ કરોડની આપી ઓફર
આ હત્યાકાંડમાં પહેલાં તો પોલીસ કંઇ કરવા તૈયાર નહોતી પરંતુ ચારેયબાજુથી પ્રેશર આવતા કેસ નોંધી કાર્યવાહી શરૂ રી. તેલંગાણા જ નહીં આ ઘટનાએ આખા દેશને હચમચાવી દીધી છે. રાવે પહેલાં પ્રણયને 3 કરોડ રૂપિયાની ઓફર કરી હતી અને પછી બાદમાં અમૃતાને પોતાનું બાળક પડાવી દેવાની કોશિષ કરી હતી. તેઓ આ બધામાં અસફળ રહયા તો તેમણે બંનેને અલગ કરવા માટે અલગ રસ્તો શોધી નાંખ્યો.
ત્યારબાદ રાવે પોતાના જમાઈની હત્યા માટે 1 કરોડ રૂપિયામાં ભાડાના હત્યારાને સોપારી આપી દીધી. પ્રણય અને અમૃતા સ્કૂલથી જ ફ્રેન્ડ હતા. ત્યારબાદ બંને અલગ-અલગ કૉલેજમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો પરંતુ બંને એકબીજાને એટલો પ્રેમ કરતા હતા કે અભ્યાસ અધવચ્ચે જ અધૂરો મૂકી દીધો. પ્રણયની હત્યા બાદ કેટલાંય લોકોએ અમૃતાને ચૂંટણી લડવાની સલાહ આપી પરંતુ તેણે કહ્યું તે ન્યાય માટે લડાઇ લડશે.
ગુજરાતમાં હરેન પંડયાની હત્યામાં પણ સામેલ હતી આ ગેંગ !
સુભાષ શર્મા નામનો હત્યારો ઘણા કેસમાં વોન્ટેડ છે. એમ મનાય છે કે સુભાષ અને તેનો સાથી 2003માં ગુજરાતના મંત્રી હરેન પંડયાની હત્યામાં પણ સંડોવાયેલા હતા. પંડયા કેસમાં આ હત્યારાઓને સજા થઇ હતી.
‘મારું બાળક મારી જંગને આગળ વધારશે’
અમૃતાએ કહ્યું કે મારા શરીરમાં હવે એક બાળક ઉછરી રહ્યું છે. હું એ વાતને સુનિશ્ચિત કરીશ કે મારું બાળક મારી જંગને આગળ વધારે. બીજીબાજુ પ્રણયના પિતાએ આશંકા વ્યક્ત કરી છે કે અમૃતાનું અપહરણ કરી તેને તેમનાથી દૂર લઇ જઇ શકે છે. તેમણે કહ્યું કે તેને સુરક્ષાની જરૂર છે.
હૈદ્રાબાદથી 80 કિલોમીટર દૂર આવેલા સિદ્દીપેટની પાસે હિડેન કાસ્ટેલની ચારેય બાજુ શુટ કરાયેલ પ્રી વેડિંગ વીડિયો જોઇને લાગી રહ્યું છે કે બંને લોકો સ્કોટલેન્ડમાં છે અને કોઇ તેલુગુ ફિલ્મનું શુટિંગ કરી રહ્યાં છે.