ગુજરાતમાં દરરોજ બે મહિલા સાથે બળાત્કાર, 5 વર્ષમાં 4,358 રેપ કેસ નોંધાયા

અમદાવાદ: ગુજરાતમાં દરરોજ બે મહિલા સાથે બળાત્કાર થાય છે. છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદ શહેરમાં 621 રેપ કેસ નોંધાયા છે. 1 એપ્રિલ, 2013થી 31 માર્ચ, 2018 સુધીમાં રાજ્યમાં દુષ્કર્મના કુલ 4,358 કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન કુલ 1404 મહિલાઓની હત્યા થઈ છે. મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ આ વિશે સવાલ કર્યો જેના જવાબમાં રાજ્ય સરકારે વિગતો રજૂ કરી છે.

રાજ્ય સરકાર તરફથી રજૂ કરાયેલા જવાબમાં ખુલાસો થયો છે કે, રાજ્યમાં થયેલા કુલ 4,358 રેપમાંથી 401 મહિલાઓ અનુસૂચિત જાતિની છે. 1404 મહિલાઓની હત્યા થઈ તેમાંથી 51 મહિલાઓ અનુસૂચિત જાતિની હતી. પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલે વિધાનસભામાં આપેલા જવાબમાં બહાર આવ્યું છે કે, 4,358 દુષ્કર્મના કિસ્સાઓમાંથી 2,408 (55 ટકા) રેપ પીડિતાઓ સગીર છે.

સરકાર તરફથી આપવામાં આવેલા જવાબમાં જાણવા મળ્યું કે, બળાત્કારના કેસોમાં કુલ 6,333 આરોપીઓને પકડવામાં આવ્યા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો (NCRB) તરફથી બહાર પડાયેલા આંકડામાં સામે આવ્યું છે કે, છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં થયેલા 94% રેપ કેસમાં પીડિતાના ઓળખીતા શખ્સો જ આરોપી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top