જાણો શું છે રાફેલ ડીલ? જેના કારણે ભારતીય રાજનીતિમાં આવ્યો છે ભૂકંપ

રાફેલ ડીલ પર ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વાં ઓલાંદના તાજા ખુલાસા પછી ભારતીય રાજનીતિમાં હડકંપ મચી ગયો છે. આ સોદાને મોદી સરકારનું કૌભાંડ ગણાવતી કોંગ્રેસ વધારે મજબૂતાઇથી ઘેરાબંધી કરવામાં લાગી ગઇ છે. ઓલાંદના નિવેદન પછી ભારત સરકારથી લઇને ફ્રાંસ સરકારે સ્પષ્ટતા આપી છે. આવો જાણીએ શું છે રાફેલ ડીલ અને તેના કારણે આટલો વિવાદ કેમ છે?

રાફેલ શું છે?

રાફેલ બે એન્જિનથી ચાલતું લડાઇ માટેનું ફ્રાંસીસ વિમાન છે. જેનું નિર્માણ ડસોલ્ટ એવિએશને કર્યું છે. રાફેલ વિમાનોને વૈશ્વિક સ્તર પર સર્વાધિક સક્ષમ લડાકૂ વિમાન માનવામાં આવે છે.

યુપીએ સરકારનો સોદો કેવો હતો?

ભારતે 2007માં 126 મલ્ટી રોલ કોમ્બેટ એરક્રાફ્ટને ખરીદવાની પ્રક્કિયા શરૂં કરી હતી. જ્યારે રક્ષા મંત્રી એ. કે એન્ટનીએ ભારતીય વાયુ સેનાના પ્રસ્તાવને લીલી ઝંડી આપી હતી

લાંબી પ્રક્રિયા પછી ડિસેમ્બર 2012માં બોલી લગાવવામાં આવી

આ મોટા સોદાના દાવેદાર લોકહીડ માર્ટિનના એફ-16, યૂરોફાઇટર ટાઇકૂન, રશિયાના મિગ 35, સ્વીડનના ગ્રિપેન, બોઇંડનો એફ-એ-18 એસ અને ડસોલ્ટ એવિએશનના રાફેલ સામેલ હતાં. લાંબી પ્રક્રિયા પછી ડિસેમ્બર 2012માં બોલી લગાવવામાં આવી. ડસોલ્ટ એવિએશન સૌથી ઓછી બોલી લગાવનાર નીકળ્યો. મૂળ પ્રસ્તાવમાં 18 વિમાન ફ્રાંસમાં બનાવવાના હતાં.જ્યારે 108 હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની સાથે મળીને તૈયાર કરવામાં આવશે.

યુપીએ સરકારમાં 10.2 અરબ અમેરિકી ડોલરનો હોવાનો અંદાજ હતો

યુપીએ સરકાર અને ડસોલ્ટ વચ્ચે કિંમતો અને ટેકનોલોજી માટે લાંબી વાતચીત થઇ હતી. જે 2014ના શરૂઆતી સમય સુધી ચાલુ રહી હતી. રાફેલ વિમાનનું વિવરણ અને કિંમતની જાહેરાત ઓફીશીયલી કરવામાં આવ્યું ન હતું. પરંતુ તત્કાલીન સરકારે સંકેત આપ્યો હતો કે આ સોદો 10.2 અરબ અમેરિકી ડોલરનો હશે. કોંગ્રેસના પ્રત્યેક વિમાનની દર એવિયોનિક્સ અને હથિયારોને સામેલ કરતાં 536 કરોડ રૂપિયા જણાવવામાં આવી હતી.

મોદી સરકાર દ્વારા કરાયેલ સોદો શું છે?

ફ્રાંસની યાત્રા સમયે પીએમ મોદીએ 10 એપ્રિલના રોજ જાહેરાત કરી હતી કે સરકારોના સ્તર પર સમજૂતી અંતર્ગત ભારત સરકાર 36 રાફેલ વિમાન ખરીદશે.

અંતિમ સોદો?

ભારત અને ફ્રાંસના 36 રાફેલ વિમાનોની ખરીદ માટે 23 સપ્ટેમ્બર, 2016ના રોજ 7.87 અરબ યૂરો (આશરે 59,000 કરોડ રૂપિયા)ના સોદા પર હસ્તાક્ષર કર્યા હતાં. વિમાનની આપૂર્તિ સપ્ટેમ્બર 2019થી શરૂ થશે.

આરોપ!

કોંગ્રેસ આ સોદામાં ભારે અનિયમિતતાઓનો આરોપ લગાવી રહી છે. તેનું કહેવું છે કે સરકાર પ્રત્યેક વિમાન 1670 કરોડ રૂપિયામાં ખરીદી રહી છે. જ્યારે સરકારે પ્રતિ વિમાન 526 કરોડ રૂપિયા કિંમત નક્કી કરી હતી.

કોંગ્રેસે વિમાનની કિંમત અને કઇ રીતે વિમાનની કિંમત 526 કરોડ રૂપિયાથી વધારીને 1670 કરોડ રૂપિયા કરવામાં આવી હતી તે પણ કહેવાની માગ કરી હતી. સરકારે ભારત અને ફ્રાંસ વચ્ચે 2008 સમજૂતી એક પ્રાવઘાનનો ઉદાહરણ આપતા વિવરણ આપવાની ના પાડી દીધી હતી.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here