ગણેશ વિસર્જન સમયે યુવકથી થઈ એક નાની ભૂલ અને ગુમાવવો પડ્યો જીવ

દિલ્હીની ખૂબ જ નજીક હાપુડ જિલ્લાના ગઢમુક્તેશ્વરમાં એક યુવકના ગંગ નહેરમાં ડૂબવાનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં અહીં ગંગ નહેરમાં ગણપતિ વિસર્જન સમયે એક યુવક નહેરમાં પડી ગયો. યુવકના નહેરમાં પડતા જ તેના અન્ય સાથીઓમાં હડકંપ મચી ગયો. સૂચના મળતા જ ઉપજિલ્લા અધિકારી અને પોલીસ સ્થળ પર પહોંચી અને યુવકને શોધવા પ્રયાસ શરૂ થયો. તો યુવકને નહેરમાં પડવાની સૂચના મળતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ. 24 કલાકની શોધખોળ બાદ પણ તેની ભાળ મળી શકી નથી. યુવકનું નામ મોહિત છે અને તે દિલ્હીનો રહેવાસી છે.

દિલ્હીના જગતપુરી સ્થિત રાધે શ્યામ કોલોનીમાં દસ દિવસ પૂર્વે ગણપતિ મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. શુક્રવારે બપોરે મૂર્તિ વિસર્જન કરવા માટે રાધેશ્યામ કોલોની નિવાસી મોહિત પોતાના સાથી દીપક, સુનિલ સહિતના લોકો બસ, કાર અને ટ્રકમાં આવ્યા હતા.

ટ્રકમાં મર્તિને નહેરમાં વિસર્જત કરતા દરમિયાન મૂર્તિના થોડાક ભાગનો ધક્કો મોહિતના વાગ્યો અને તેનો પગ લપસી ગયો. આવી રીતે તે પણ મૂર્તિની સાથે જ નહેરમાં પડ્યો. મોહિતના નહેરમાં પડવાથી તેના સાથીઓ બૂમો પાડવા લાગ્યા. પોલીસે સ્થળ પર પહોંચીને મરજીવાઓની મદદથી યુવકને શોધવાનો પ્રયાસ કર્યો. પરંતુ સફળતા ન મળી. કહેવામાં આવી રહ્યુ છે કે નહેરમાં પાણીનો પ્રવાહ વધારે ઝડપી હોવાથી યુવકની કોઈ ભાળ મળી નથી.

ગણેશ વિસર્જન કરતા સમયે હંમેશા એક બાબતનું ધ્યાન રાખો કે મૂર્તિની આગળના ભાગમાં જ ઊભા રહેવું. આમ કરવાથી મૂર્તિનું વિસર્જન કરતા સમયે તેનો કોઈ ભાગ શરીર કે કપડાંના સંપર્કમાં નહીં આવે. કેટલાક કિસ્સાઓમાં મૂર્તિનો ભાગ કપડામાં ભરાઈ જવાના કારણે પણ લોકો નદી કે કેનાલમાં પડી જતા હોય છે. જો મોહિત પણ મૂર્તિની આગળની બાજુએ ઊભો રહ્યો હોત તો આજે કદાચ તેનો જીવ બચી શક્યો હોત.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top