સ્પાની આડમાં ચાલતું હતુ કૂટણખાનું, ફક્ત 300 રૂપિયામાં યુવતીઓને કરાતી મજબૂર, સંચાલક સહિત કામ કરતી યુવતીની પોલીસે કરી ધરપકડ…

આ બનાવ સામે આવ્યો છે અમદાવાદમા નરોડા વિસ્તારમાં જ્યા સ્પાની આડમાં કુટણખાનું ચાલી રહ્યું હતું. જે મામલે પોલીસને જાણ થતા પોલીસે રેડ પાડીને પર્દાફાશ કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે અહીયા જે પણ યુવતીઓ કામ કરતી હતી કતે રૂપિયા માટે મજબૂર હતી.

સ્પાનો સંચાલક મજબૂર યુવતીઓને લાવીને તેમની પાસે દેહ વિક્રિયનો ધંધો કરાવતો હતો. જે માટે તે ગ્રહકો પાસેથી મોટી રકમ લેતો હતો તેવું પણ સામે આવ્યું છે. આ સમગ્ર મામલે પોલીસે સ્પાના સંચાલક સહિત એક મહિલાની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે.

પોલીસને માહિતી મળી હતી કે નરોડા વિસ્તારમાં આવેલ એક કોમ્પલેક્ષમાં સ્પા પાર્લર ચાલી રહ્યું છે. જેમા સ્પાનો સંચાલક મજબૂર યુવતીઓને તેમના સ્પામાં બોલાવે છે. સાથેજ તેમને રૂપિયાની લાલચ આપીને તેમની પાસેથી દેહવિક્રિયનો ધંધો પણ કરાવતો હતો. ગ્રાહક જ્યારે સંચાલકને રૂપિયા આપે ત્યારે સંચાલક યુવતીઓને ગ્રાહકને સોંપી દેતો હતો.

આ મામલે પોલીસને જાણ થતા પોલીસે તેમની રીતે કાર્યવાહી શરૂ કરી હતી. બાતમીને આધારે પોલીસે તે જગ્યા પર વોચ ગોઠવી. જેમાં પોલીસે જોયું કે તે સ્પા સેન્ટરમાં મોટી સંખ્યામાં લોકો અવરજવર કરી રહ્યા હતા. જેથી પોલીસની ટીમ ત્યા પહોચી અને તેમણે સ્પા સેન્ટરમાં રેડ કરી હતી. પોલીસ જ્યારે ત્યા પહોચી હતી. ત્યારે તેમને સ્થળ પરથી સંચાલક મળી આવ્યો સાથેજ એક યુવતી પણ ત્યા હાજર હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે સ્પાનો સંચાલક બહારથી આવતી યુવતીઓને બોલાવીને તેમની મજબૂરીનો ફાયદો ઉઠાવતો હતો. સાથેજ એવી પણ માહિતી સામે આવી છે. કે જે પણ ગ્રાહકો ત્યા આવતા હતા. તે પણ બધા બહારથીજ આવતા હતા.

ઉલ્લેખનિય છે કે સમગ્ર મામલે પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યું છે. કે સ્પાનો સંચાલક ગ્રાહકો પાસેથી મસમોટી રકમ પડાવી લેતો હતો. જ્યારે યુવતીઓને તે 300 રૂપિયા આપતો હતો. જોકે હાલ પોલીસે સંચાલકની ધરપકડ કરીને મજબૂર યુવતીઓની જીંદગી બચાલી લીધી છે. સાથેજ પોલીસે સંચાલકની સાથે એક યુવતીની પણ ધરપકડ કરી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top