ગૌતમ ગંભીરે કહ્યું યુવરાજ 2011ના વર્લ્ડ કપનો હિરો હતો, તેની બરાબરી કોઈ ન કરી શકે

2011ની સાલમાં ભારતીય ક્રિકેટ ટીમે ધોનીની કેપ્ટન શીપ હેઠળ વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શ્રીલંકા સામેની ફાઈનલમાં ભારતીય ટીમે વર્લ્ડ કપ જીત્યો હતો. જેમા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે 6 વીકેટે જીત હાંસલ કરી હતી. અને તે સમયે દેશમાં જાણે કે દિવાળી જેવો માહોલ થયો હતો.

શ્રીલંકાની ટીમે 274 રન કર્યા બાદ ભારતીય ટીમે 49મી ઓવરમાં 4 વિકેટ ગુમાવીને તે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. મેચમાં મહેન્દ્રસિંહ ધોનીએ 79 બોલમાં 91 રન કર્યા હતા. અને છેલ્લે તેણે સિક્સ ફટકારીને ફાઈલન મેચ જીતાડી હતી. જ્યારે બીજી તરફ ગૌતમ ગંભીરે પણ 97 રનનું મહત્વ પૂર્ણ યોગદાન આપ્યું હતું. જેથી ભારતની ટીમે મેચ જીતી હતી.

યુવરાજ સિંહે નોટ આઉટ રહીને પણ 21રન બનાવ્યા હતા. સાથેજ તેણે 2 વિકેટ પણ લીધી હતી. ઉપરાંત તેમે મેન ઓફ ધ ટૂર્નામેન્ટ પણ મળ્યું હતું. જેથી ગોતમ ગંભીર દ્વારા તેને 2011ના વર્લ્ડ કપનો ગુમનામ હિરો કહેવામાં આવ્યો છે. પરંતુ તે વાતવીશે ગૌતમ ગંભીરે ચુપ્પી તોડી અને તેણે મીડિયા સામે મહત્વના ખુલાસઓ કર્યા હતા. જે સાંભળને તમે પણ હેરાન રહી જશો.

મીડિયા સેમે ગૌતમ ગંભીરે એવું કહ્યું હતું કે ઘણા લોકોનું એવું માનવું છે કે મેચનો ગુમનામ હિરો હું છું, પરંતુ તેવું નથી કારણકે આ મેચનો ગુમના હિરો યુવરાજ સિંહે છે. સાથેજ તેણે કહ્યું કે યુવરાજ સિંહના બલીદાન વગર ભારત 2011નો વર્લ્ડ કપ ન જીતી શક્યું હોત. અને તેણે વર્લ્ડ કપ જીતવા પાછળનો શ્રેય યુજરાજ સિંહને આપ્યો હતો.

વધુંમાં તેણે કહ્યું કે તેણે રન ચોક્કસથી બનાવ્યા હતા. પરંતુ તેનું માનવું છે કે યુવરાજે જે પણ કર્યું હતું તેની સરખામણી કોઈ ન કરી શકે. યુવરાજે 362 રન ઉપરાંત 15 વિકેટ લીધી હતી. ક્વાર્ટર ફાઈનલમાં પણ યુવરાજ સિંહ મેન ઓફ ધી મેચ જાહેર થયો હતો. સાથેજ 2007 ની સેમિફાઈનલમાં યુવરાજે 30 બોલમાં 70 રન માર્યા હતા જેના કારણે ભારત મેચ જીત્યું હતું.

ઉલ્લેખનિય છે કે સમગ્ર મામલે ગંભીરે એવું કહ્યું હતું કે 10 વર્ષ પહેલા મેન ઓફ ધ ટૂર્નામેન્ટ બનવા છતા પણ યુવરાજ ગુમનામ હિરો રહ્યો છે. પરંતુ બાકીના ખેલાડીઓએ પણ ટીમને જીતાડવા માટે મહત્વ પૂર્ણ યોગદાન આપ્યું હતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top