70 વર્ષથી આ 23 ગામ પાયાની સુવિધાથી વંચીત હતા, આઝાદી બાદ પ્રથમ વાર અહીયા ચૂટણી યોજાશે

આજે અમે વાત કરી રહ્યા છે વનટાંગિયા ગામ રાજસ્વની જે ગામોને અત્યાર સુધીમાં સરકાર તરફથી કોઈ ફાયદો મળતો નહતો, 2017 ની વાત કરીએ તો વનટાંગિયા ગામ રાજસ્વ ગ્રામના રૂપમાં દાખલ ન હતા. જેના કારણે તેમને સરકારી યોજનાઓનો લાભ પણ નહોતો મળતો.

પરંતપ હવે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વનટાંગિયા ગામોને રાજસ્વ ગ્રામ જાહેર કરી દીધા છે. જેના કારણે હવે તેમને આઝાદ દેશમાં મળનારી પાયાની તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવશે. સાથેજ રાજસ્વ ગ્રામ ઘોષિત થયા બાદ ગોરખપુર તેમદ મહારાજગંજના 23 વનટાંગિયા ગામ પહેલી વાર ચૂંટણીમાં જોડાશે.

આ ગામ પહેલી વાર પંચાયતની ચૂંચણીમાં સક્રિય ભાગીદારી નિભવાસ અને ગ્રામજનો દ્વારા પહેલી વાર સરકાર પસંદ કરવામાં આવશે. મહત્વનું આ ગામો પૈકી ગોરખપુરના 5 ગામ છે. જ્યારે મહારાજગંજના 18 વનટાંગિયા ગામ છે.

શું છે વન ટાંગિયા ગામની ખાસીયત ?

આ ગામેન અંગ્રેજ શાસનમાં વસાવામાં આવ્યું હતું. જેમા 1918ની આસપાસ આ ગામ વસાવામાં આયા હતા. ગામના મુખ્ય હેતું વૃક્ષોનું રોપણ કરીને વન વિસ્તારને વધારવાનો હતો. અહીયાના લોકો વૃક્ષોની ખાલી જમીન પર ખેતીવાડી કરતા હતા. ગોરખપુરમાં કુસમ્હી જંગલની પાસે આવેલ 5 વિસ્તારમાં આ જંગલો 100 વર્ષ કરતા પણ જૂના જંગલ છે.

1998માં ગોરખપુરથી પહેલીવાર યોગી સાસંદ બન્યા હતા. જેમા તેઓ પોતાના સંસદીય કાર્યકાળમાં સડકથી સદન સુધી તેમના હક માટે અવાજ ઉઠાવતા હતા. તેમણે 2009 માં પણ વનટાંગિયાઓ સાથે દિવાળી મનાવી હતી. સાથેજ ખાસ ઉલ્લેખનિય વાત એ છે કે તેઓ મુખ્યમંત્રી બન્યા તે પણ તેમણે વનટાંગિયાઓ સાથે એવાજ સંબંધો રાખ્યા હતા.

ઉલ્લેખનિય છે કે મહારાજગંજના વનટાંગિયાઓ વાસ્તવમાં નજીર બની લોકોની સામે આયા છે. વનાટાંગિયા ખેડૂતોએ ગોલ્ડન શક્કપિયાની ખેતી અને માર્કેટિગ માટે અમદાવાદની એક કંપની સાથે કરાર કર્યો ત્યારે દેશના લોકોનું ધ્યાન તેમના પર ગયું. સાથેજ તેના ખેડૂત પ્રમુખજોડે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુંઅલ સંવાદ કર્યો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top