આ રાજ્યમાં કોરોનાના કેસ વધતા ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાને કરવામાં આવી રદ

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતા ધોરણ 10 અને 12 માં ધોરણની બોર્ડની પરીક્ષાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં ધોરણ 10 અને 12 ની ધોરણની બોર્ડની પરીક્ષાને ટાળવામાં આવી છે. મહારાષ્ટ્રના શિક્ષા મંત્રી વર્ષા ગાયકવાડે જણાવ્યું છે કે, મહારાષ્ટ્રની વર્તમાન કોવિડ-19 સ્થિતિને જોતા, અમે ધોરણ 10 અને 12 ના બોર્ડની પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

તેમને જણાવ્યું છે કે, ધોરણ 12 ની પરીક્ષાઓ મેના અંત સુધી આયોજીત કરવામાં આવશે. 10 માં ધોરણની પરીક્ષાઓ જૂનમાં લેવામાં આવશે. આ મુજબ નવી તારીખોની જાહેરાત કરવામાં આવશે.

શિક્ષા મંત્રીએ જણાવ્યું છે કે, અમે CBSE, ICSE અને IB થી કરાર કરશે કે, તે પોતાની પરીક્ષાની તારીખો પર પુનઃવિચાર કરે, તમને જણાવી દઈએ કે, સીબીએસઈ બોર્ડની પરીક્ષા ટાળવાને લઈને સતત માંગ ઉભી થઈ રહી છે.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ નિશાંકને પત્ર લખીને કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડની બોર્ડ પરીક્ષાઓ રદ કરવાની વિદ્યાર્થીઓની માંગણી પર વિચાર કરવાનો આગ્રહ કર્યો છે.

મહારાષ્ટ્રમાં રવિવારના કોવિડ-19 અત્યાર સુધીના સર્વાધિક 63,294 નવા કેસ સામે આવ્યા હતા, રાજ્યમાં અત્યાર સુધી 34,07,245 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 57,987 લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે.

Scroll to Top