બોલિવૂડ અભિનેતા જિમ્મી શેરગિલ, ડાયરેક્ટર ઇશ્વર નિવાસ અને અન્ય 35 લોકો સામે મંગળવારે રાત્રે લુધિયાણામાં કેસ નોંધવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, પંજાબ પોલીસે જિમ્મી શેરગિલની ધરપકડ કરી છે. આ બધા પર કોવિડ-19 ના એકાઉન્ટ પર લાદવામાં આવેલા કર્ફ્યુનું ઉલ્લંઘન કરી એક વેબ સીરીઝની શૂટિંગ કરવાનો આરોપ છે. જિમ્મી શેરગિલ અહીં પોતાની પંજાબી વેબ સિરીઝ ‘યોર ઓનર’ ની શૂટિંગ કરી રહ્યા હતા.
પંજાબી વેબ સિરીઝની ટીમ છેલ્લા 3 દિવસથી આર્ય સ્કૂલ ખાતે શૂટિંગ કરી રહી હતી. આ શાળાની બિલ્ડીંગમાં સેશન કોર્ટનો સેટ બનાવવામાં આવ્યો હતો. પોલીસને સોમવારે કોઈએ સમાચાર આપ્યા હતા કે, શુટિંગ પ્લેસ પર માસ્ક પહેરવામાં આવી રહ્યા નથી અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવી રહ્યું નથી. પોલીસે શુટિંગના સેટ પર પહોંચી બે લોકોના ચલણ કાપી નાખ્યા હતા
જિમ્મી શેરગિલની પોસ્ટ
સોમવારના ચલણ કાપ્યા બાદ પણ વેબ સિરીઝની ટીમે ફરીથી કોરોનાના પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું હતું. લુધિયાણામાં નાઈટ કર્ફ્યુ થયા બાદ પણ ફિલ્મનું શૂટિંગ રાત્રે કરવામાં આવી રહ્યું હતું. પોલીસને બાતમી મળી હતી કે, કર્ફ્યુ બાદ પણ રાત્રે શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં સેટ પર લગભગ 150 લોકો હાજર હતા.
જિમ્મીએ માચીસ, મુન્નાભાઇ એમ.બી.બી.એસ., લગે રહે મુન્નાભાઇ, હેપ્પી ભાગ જાએગી, તનુ વેડ્સ મનુ, સાહેબ બીવી અને ગેંગસ્ટર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. જિમ્મી શેરગિલે દરેક પાત્ર દ્વારા પોતાની એક્ટિંગનો જાદુ દેખાડ્યો છે. તેમ છતાં, જિમ્મીને પોતાની કારકિર્દીમાં વધારે સફળતા મળી નથી. તે 23 વર્ષની કારકિર્દીમાં સાઇડ હીરો તરીકે જોવા મળ્યા છે.