ભારત હાલમાં કોરોના વાયરસ મહામારીની બીજી લહેરમાંથી પસાર થઈ રહ્યું છે. Covid-19 ના ડબલ મ્યુટન્ટ વેરિઅન્ટને લીધે, દેશભરમાં સંક્રમિત લોકોની સંખ્યા દરરોજ ખુબ જ ઝડપથી વધી રહી છે. જેના કારણે, દર્દીઓની સારવાર હોસ્પિટલોમાં યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.
આ પહેલા ગયા વર્ષ અમેરિકા પણ આ તબક્કામાંથી પસાર થઈ રહ્યું હતું. આ માટે વિશ્વના ઘણા દેશો ભારતની મદદ માટે આગળ આવ્યા છે. જયારે, ઘણા દેશો ભારતીયોની સુરક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. ખાસ કરીને ભારતના મિત્રરાષ્ટ્રોમાં વિશેષ પૂજા-પ્રાર્થના કરવામાં આવી રહી છે.
View this post on Instagram
ત્યારે આ જ રીતે હાલમાં સોશ્યિલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમારી આંખો માંથી પાણી આવી જશે. આ વીડિયો ભારતના મિત્રરાષ્ટ્ર ઇઝરાઇલનો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે કોઈ જાહેર સ્થાને ઇઝરાઇલી લોકો એકઠા થઈને Covid-19 થી ભારતીયોની સુરક્ષા માટે ‘ૐ નમઃ શિવાય’ ના મંત્રનો જપ કરી રહ્યા છે. વિડિયો હૃદય ને સ્પર્શી જાય તેવો છે.
વીડિયોમાં એવું પણ જોવા મળી રહ્યું છે કે ઇઝરાઇલના લોકો હૃદયથી સાચી પ્રાર્થના કરી રહ્યા છે. આ દરમિયાન ઘણા લોકો નાચતા, ગાતા અને ફરતા પણ જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં ઇઝરાઇલ એક કોરોના મુક્ત રાષ્ટ્ર બન્યું છે અને ભારત સાથે ઇઝરાઇલ ના ખૂબ મૈત્રીપૂર્ણ સંબંધ છે. બંને દેશો એક બીજાના સુખ અને દુ: ખમાં નજીક હોય છે.
આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે
આ વીડિયોને પવનને સોશ્યિલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર તેના એકાઉન્ટથી શેર કર્યો છે. તેના કેપ્શનમાં તેમણે લખ્યું છે – Get well soon India, Blessing From Israel. આ વીડિયોને સમાચાર લખવાના સમય સુધી એક લાખ 31 હજાર લોકોએ પસંદ કર્યો છે. અને તેની સાથે લગભગ 4 હજાર લોકોએ કોમેન્ટ પણ કરી છે.