સુરતના રસ્તાઓ પર ઊભો રહીને ચાર વર્ષનો બાળક સમજાવી રહ્યો છે ઓક્સિજન નું મહત્વ…

રાજ્યમાં કોરોના કાળની બીજી લહેર વચ્ચે ઓક્સિજનની અછતને લઈને ત્રાહિમામ પોકારી ગયો છે. અને તેના કારણે અનેક લોકોના મૃત્યુ પણ થઇ ગયા છે. અને આ ઓક્સિજન ખરીદવા માટે ગમે તેટલા પૈસા આપીને દર્દીનો જીવ બચાવવા તૈયાર થઇ જઈ રહ્યા છે.

જો કે કોરોના સંક્રમિત થતા દર્દીના ઓક્સિજન લેવલ ઘટી જાય છે, અને સમય પર તેમને બહારના ઓક્સિજન ના મળતા તેમનું મૃત્યુ થઈ જાય છે. એટલે ઓક્સિજન આપણા શરીર માટે કેટલું મહત્વ રાખે છે. આ વાત કોના કાળમાં સાબિત થઇ ગઈ છે. અને મોટા ભાગના લોકો તેને હવે સમજી પણ ગયા છે. ત્યારે તેનું જ મહત્વ સુરતના રસ્તા ઉપર ઉભો રહીને એક ચાર વર્ષનો નાનો બાળક લોકોને સમજાવી રહ્યો છે.

આ બાળક સુરતના રસ્તા ઉપર તેના ખભા પર ઓક્સિજન કીટ બાંધીને ઉભો છે. આ બાળકનું નામ ડિયાંસ દૂધવાળા છે. ડિયાંસ ની ઉંમર લગભગ ચાર વર્ષની જ છે. અને તેની આટલી નાની ઉંમરે સુરતના લોકોને ઓક્સિજન નું મહત્વ સમજાવી રહ્યો છે. ડિયાંસના તો હજુ સુધી દૂધના દાંત પણ તૂટ્યા નથી. અને તે લોકોને કોરોના કાળમાં થઈ રહેલ ઓક્સિજનની અછત સમજાવી રહ્યો છે.

બાળકની સમજને તેના માતા-પિતા પણ સમર્થન આપવા માટે અહીં રસ્તા પર તેની સાથે ઉભા છે. આ બાળકનો મહત્વપૂર્ણ સંદેશ એ છે કે ઝાડ કપાઈ રહ્યા છે જેના કારણે ઓક્સિજન ઓછું થઈ રહ્યું છે. આ માટે લોકો વૃક્ષારોપણ કરે, જેનાથી ઓક્સિજન ઉત્પન્ન થઈ શકે. ચાર વર્ષના બાળકના માતા-પિતા પણ આ જ કહી રહ્યા છે.

સુરતના આ ચાર વર્ષના બાળક ડિયાંસ દૂધવાળા માત્ર સુરતવાસીઓને નહીં પરંતુ દેશ અને દુનિયાને રસ્તા ઉપર ઉભો રહીને લોકોને આ ઓક્સિજનનું મહત્વ સમજાવી રહ્યો છે કે, પર્યાવરણ બચાવો, વૃક્ષો વાવો અને ઓક્સિજન ઉત્પન્ન કરો. સમજવું ન સમજવું એ આપણા કરતા મોટી ઉંમરના લોકો પર આધાર રાખે છે.

Scroll to Top