185 કિ.મી.ની ઝડપે ગુજરાત સાથે ટકરાયું ‘તાઉ-તે’, ચાર રાજ્યોમાં 18 ના મોત, હજારો મકાનો ધરાશાયી

અરબી સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલ ચક્રવાત ‘તાઉ-તે’ 185 કિ.મી. પ્રતિકલાક ની ઝડપે સોમવારે રાત્રે લગભગ 8 વાગ્યે ગુજરાત કાંઠે ટકરાયું હતું. કર્ણાટક, ગોવા, કેરળ અને મહારાષ્ટ્રમાં 18 લોકોના મોત થયા. તેમાંથી મહારાષ્ટ્રમાં 6 લોકોના મોત થયા છે. આ રાજ્યોમાં હજારો મકાનો ધરાશાયી થયા હતા. જયારે, ગુજરાતમાં દોઢ લાખ લોકોને સલામત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે.

આ પહેલા મુંબઈમાં તોફાનને કારણે ભારે વિનાશ સર્જાયો હતો અને મહારાષ્ટ્રમાં છ લોકોનાં મોત થયા છે. જયારે હોડીમાં 410 લોકો વાવાઝોડામાં ફસાયા ગયા હતા, તેમને બચાવવા માટે નૌસેનાના ત્રણ જહાજોએ કાર્ય સંભાળ્યું હતું.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ‘તાઉ-તે’ જમીન સાથે અથડાવાની પ્રક્રિયા લગભગ બે કલાક સુધી ચાલી હતી. વાવાઝોડું પછાડતાં પહેલાં સોમવારે ગુજરાતમાં 1.5 લાખ લોકોને સ્થળાંતર કરી દેવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાતના મુખ્યમંત્રીઓ અને દમણ અને દીવના ઉપરાજ્યપાલ સાથે ફોન પર વાત કરી અને સ્થિતિની માહિતી મેળવી હતી, સાથે જ વાવાઝોડાને પહોંચી વળવા કેન્દ્ર સરકાર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી હતી. ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રીઓ સાથે વાત કરી સ્થિતિનો માહિતી મેળવી હતી.

ગુજરાતના ઉના શહેરમાં ‘તાઉ-તે’ વાવાઝોડાના પસાર થયા બાદ વિનાશના દૃર્શ્યો

ગુજરાતના સોમનાથ અને કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવના અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાને કારણે રસ્તાઓ અવરોધિત થયા.

ત્રણેય સેનાઓ અલર્ટ પર

‘તાઉ-તે’ ને પહોંચી વળવા માટે સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ત્રણેય સેનાઓને આ;અલર્ટ પર રહેવા સૂચના આપી. જયારે, સેનાએ ગુજરાતમાં તેની 180 ટીમો અને 9 એન્જિનિયર ટાસ્ક ફોર્સને તૈનાત કરી.

પીએમ મોદીએ ઉદ્ધવ અને અન્ય મુખ્યમંત્રીઓ સાથે વાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાત કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી. ઠાકરેએ વડાપ્રધાનને નુકસાન અને બચાવ કાર્યની જાણકારી આપી હતી. મોદીએ ઉદ્ધવ ઉપરાંત ગુજરાત અને ગોવાના મુખ્યમંત્રીઓ અને દમણ અને દીવના ઉપરાજ્યપાલ સાથે પણ વાત કરી હતી. પીએમ મોદીએ વાવાઝોડાને પહોંચી વળવા કેન્દ્ર સરકાર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી હતી. ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રીઓ સાથે વાત કરીને વાવાઝોડાને કારણે થયેલા નુકસાન અને રાહત કામગીરીનો માહિતી મેળવી હતી.

બોમ્બે હાઇમાં બે બોટમાં 410 લોકો ફસાયા, નૌકાદળએ સાંભળી બચાવ કામગીરી

મુંબઇથી આશરે 8 નોટિકલ માઇલ દૂર બોમ્બે હાઇ નજીક વાવાઝોડાની ચપેટમાં આવીને એક મોટી બોટ (બજરા) ભટકાઈ ગઈ. તેનામાં એન્જિનિયર અને કર્મચારીઓ સહિત 273 લોકો સવાર હતા. માહિતી મળતાં નૌસેનાએ તાત્કાલિક આઈ.એન.એસ. કોચિ અને તલવારને તાત્કાલિક બચાવ કામગીરી માટે મોકલ્યા હતા. આ ઉપરાંત જીએએલ કન્સ્ટ્રક્ટરની એક બોટ પણ ભટકી ગઈ જેમાં 137 લોકો સવાર હતા. આઈએનએસ કોલકાતાને તેના બચાવમાં કામગીરીમાં લગાવ્યા દીધા છે.

ગુજરાતમાં બે દાયકા બાદ આટલું ભયાનક વાવાઝોડું

ગુજરાતમાં બે દાયકા બાદ આવું ભયાનક વાવાઝોડું આવ્યું છે. આ પહેલા 1998 માં કંડલામાં આવેલા તોફાનથી ભારે વિનાશ થયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ દરમિયાન ગુજરાતમાં 190-210 કિ.મી. પ્રતિ કલાક ની ઝડપે પવન ફેંકાશે. તે લાઈનમાં 3 વાવાઝોડું માનવામાં આવે છે. ગુજરાતના અસરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફ અને એસડીઆરએફની 54 ટીમોને તૈનાત કરવામાં આવી છે. 1998 ના વાવાઝોડામાં 4 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં. સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે પરિસ્થિતિને પહોંચી વળવા તમામ શક્ય પગલા લેવામાં આવશે.

અત્યાર સુધીમાં કુલ 18 લોકોના મોત

‘તાઉ-તે’ થી સોમવારે મહારાષ્ટ્રના કોંકણમાં છ લોકોનાં મોત થયા. તેમાં રાયગઢમાં ત્રણ, સિંધુદુર્ગમાં એક અને નવી મુંબઈમાં બે લોકો માર્યા ગયા. આ ઉપરાંત કર્ણાટકમાં આઠ લોકોનાં મોત થયા છે. રવિવારે ‘તાઉ-તે’ થી ચાર લોકોના મોત થયા હતા. આ રીતે, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને કેરળમાં અત્યાર સુધીમાં 18 લોકોનાં મોત થયા છે. કર્ણાટકમાં અત્યાર સુધીમાં 333 મકાનો, 644 થાંભલા, 147 ટ્રાન્સફોર્મરો, 57 કિલોમીટર રસ્તા, 57 જાલો અને 104 હોડીને નુકસાન થયું છે.

Scroll to Top