ઘરકામ કરનારી મહિલાએ કરાવી ડિલિવરી, સમયથી પહેલા જન્મેલ જીવતા બાળકને કચરાપેટીમાં ફેંક્યું, કહ્યું હું ડૉકટર છું- ગર્ભવતીનું મોત

હર્ષ વિહાર વિસ્તારમાં માનવતાને શરમજનક કરનારી એક ઘટના સામે આવી છે. એક ઘરકામ-સફાઈ કરતી એક મહિલાએ પોતાને એક ડૉક્ટર જણાવીને એક ગર્ભવતી મહિલાની ડિલિવરી કરાવી દીધી. આ દરમિયાન ગર્ભવતીનું મોત થઇ ગયું હતું. જયારે, આરોપી મહિલાએ અકાળે (સમય પહેલા) જન્મેલા છ મહિનાના બાળકને જીવતું કચરાપેટીમાં (ડસ્ટબીન) માં ફેંકી દીધું હતું.

પોલીસે ઘટના સ્થળે પહોંચી અને પોતે ડૉક્ટર હોવાનું જણાવી ડિલીવરી કરનાર આરોપી મહિલાની ધરપકડ કરી લીધી હતી. આરોપીની ઓળખ રેખા (47) તરીકે થઈ છે. ઘટના બાદ તેનો સાથી ભાગી છૂટ્યો હતો. પોલીસે રેખાની સામે ગુનેગાર ઇરાદતન હત્યાનો કેસ નોંધીને તેને કોર્ટમાં રજૂ કરી હતી જ્યાંથી તેને જેલમાં મોકલવામાં આવી હતી. પોલીસ ફરાર આરોપીની શોધ કરી રહી છે.

સંધ્યા (35) પરિવાર સાથે એ-બ્લોકમાં પ્રતાપ નગર, સબોલી, હર્ષ વિહારમાં રહેતી હતી. તેના પરિવારમાં પતિ અર્જુન સિવાય ચાર અને ત્રણ વર્ષની બે પુત્રીઓ રહે છે. અર્જુન એનડીએમસીમાં નોકરી કરે છે. સંધ્યા છ મહિનાની ગર્ભવતી હતી. તેની સ્વામી દયાનંદ હોસ્પિટલમાં પણ સારવાર ચાલી રહી હતી. શનિવારે અચાનક સંધ્યાની તબિયત લથડતાં અર્જુન તેને નજીકના ક્લિનિકમાં લઈ ગયો હતો.

જો કે આ પોતાને મહિલા ડૉક્ટર જણાવતી મહિલાએ ચાર-પાંચ દિવસ પહેલા જ આ ક્લિનિક ખોલ્યું હતું. સંધ્યાને જોયા પછી આરોપી મહિલા રેખાએ કહ્યું કે તેના માટે ઘરેથી ચા લઈને આવો. અર્જુન પત્નીને અંદર સ્ટ્રેચર પર સુવડાવીને ચા લેવા ઘરે ગયો. થોડા સમય પછી, જ્યારે તે ચા લઈને પહોંચ્યો ત્યારે તેને તેની પત્નીને મળવાની વાત કરી તો રેખાએ ના પાડી દીધી હતી. તેને કહ્યું કે એમ્બ્યુલન્સ બોલાવી છે, સંધ્યાને હોસ્પિટલમાં લઈ જવી પડશે. રેખા ઘણી ગભરાયેલ હતી.

શંકા થતા અર્જુન બળજબરીથી અંદર ગયો તો જોયું કે તેની પત્ની લોહીથી ભરાયેલ સ્ટ્રેચર પર મૃત્યુ પામેલ હતી. ઘટનાની જાણ થતાં જ ત્યાં હોબાળો મચી ગયો હતો. આ કેસની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ત્યારે એક બાળક સમય પેહલા (અકાળે) જન્મેલ ડસ્ટબિનમાંથી મળી આવ્યું હતું, જેની શ્વાસ ચાલતી હતી. ત્યારે પોલીસે રેખાની ધરપકડ કરી લીધી હતી. તેણે જણાવ્યું હતું કે બાળજન્મ દરમિયાન તેનું મોત નીપજતાં ડરી ગઈ હતી. તેને બાળકને પણ કચરાપેટીમાં ફેંકી દીધું હતું.

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે, આરોપી રેખા મીટ નગરમાં ડોક્ટર પાસે સફાઇકામ (ઘરકામ) કરતી હતી. હવે તેને પ્રતાપ નગરમાં પોતાને ડોક્ટર જણાવીને પોતાનું ક્લિનિક પણ ખોલ્યું હતું. સંધ્યાના સંબંધીઓનો આક્ષેપ છે કે રેખાની સહાયક તેના 34,000 રૂપિયા અને તેના દસ્તાવેજો સાથે ફરાર છે. પોલીસે સોમવારે સંધ્યા અને બાળકનું પોસ્ટ મોર્ટમ કર્યું હતું અને લાશ પરિવારને સોંપી દીધી હતી. ફરાર આરોપીની શોધ કરવામાં આવી રહી છે.

Scroll to Top