બાંગ્લાદેશમાં ચાલતી બસમાં મહિલા સાથે દુષ્કર્મનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જે બાંગ્લાદેશની રાજધાની ઢાકા માં ગઈકાલે મોડી રાત્રે ચાલતી બસમાં 22 વર્ષીય મહિલા પર છ લોકોએ દુષ્કર્મ કર્યો છે. આરોપી મુસાફરો બસ ચલાવે છે, જેમની ઓળખ આર્યન, શાજુ, સુમોન મિયાં, મુનવ્વર, શોહાગ અને સૈફુલ ઇસ્લામ તરીકે થઈ છે. નોંધાયેલા કેસ મુજબ ભોગ (પીડિત) બનનાર મહિલા માનિકગંગજ માં તેની બહેનના ઘરેથી નારાયણગંજમાં આવેલ તેના ઘરે જઈ રહી હતી. તે બીજી બસ પકડવા માટે શુક્રવારે રાત્રે લગભગ આઠ વાગ્યે નબીનગર બસ સ્ટેન્ડ પહોંચી હતી.
આ દરમિયાન મહિલાની મુલાકાત તેના જાણીતા એક વ્યકતિ નઝમુલ સાથે થઇ હતી. આશુલિયા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ઝિયાઉલ ઇસ્લામે જણાવ્યું હતું કે જયારે તેઓ બીજી બસની રાહ જોઈ રહ્યા હતા ત્યારે એક બસ ત્યાં આવી પહોંચી હતી જેને સુમન ચલાવી રહ્યો હતો અને મુનવ્વર અને સૈફુલ તેમાં મદદનીશ તરીકે હાજર હતા. તેમને કહ્યું કે તેઓ તેમને ટોંગી સ્ટેશન રોડ સુધી લઈ જઈ શકે છે. જયારે મહિલા અને નઝમૂલ બસમાં બેસી ગયા ત્યારે આરોપીઓએ અન્ય મુસાફરોને તેમના સ્ટેશન પહેલા બસમાંથી ઉતારી દીધા હતા.
આ પછી આરોપીઓએ મહિલા અને નજમૂલને બંધક બનાવી દીધા અને તેમને પાછા નબીનગર લઈ ગયા. આરોપીએ ચાલતી બસમાં મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. જયારે પોલીસ પેટ્રોલીંગે નજમૂલની ચીસો નો આવાજ સાંભળીને તેમને ગાડીને રોકીને બધાની ધરપકડ કરી લીધી હતી અને મહિલા અને તેની સાથે રહેલા નજમૂલને છોડાવ્યા હતા.