જોડિયાઓના જન્મ વિશે તમે ઘણું સાંભળ્યું અને જોયું હશે, પરંતુ માત્ર કલ્પના કરો કે, જો 10 બાળકો એક સાથે જન્મે છે. આ ચમત્કાર કરતા કંઇ ઓછું નથી લાગતું. તમને આ વસ્તુ થોડી વિચિત્ર લાગી શકે છે, પરંતુ તે ખરેખર સાચી છે. હકીકતમાં, દક્ષિણ આફ્રિકાના પ્રેટોરિયામાં ગોસિઆમ થામારા સિથોલ નામની 37 વર્ષીય મહિલાએ એક સાથે 10 બાળકોને જન્મ આપ્યો છે. એવું માનવામાં આવે છે કેે, દુનિયામાં આવું પહેલીવાર બન્યું છે. પહેલેથી જ જોડિયા બાળકોની માતા ગોસિઆમ થામારા સિથોલે સાત છોકરા અને ત્રણ છોકરીઓને જન્મ આપ્યો છે. જોકે, ખુદ થમારા સિથોલ આ બધું જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કારણ કે પ્રારંભિક તપાસમાં ડોકટરે 6 બાળકોની અપેક્ષા વ્યક્ત કરી હતી. થામારા સિથોલે 7 જૂને પ્રેટોરિયાની એક હોસ્પિટલમાં આ બાળકોને જન્મ આપ્યો હતો.
મીરરના અહેવાલ મુજબ, ગોસિઆમ થામારા સિથોલ દાવો કરે છે કે, તે કુદરતી રીતે ગર્ભધારણ કર્યું હતું, પરંતુ બાળકોને જન્મ આપવો તેમના માટે સરળ નહોતો. કારણ કે ગર્ભાવસ્થા દરમ્યાન, તેણીને તેના પગમાં ખૂબ દુખાવો અને હાર્ટબર્નની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
જો કે, ગોસિઆમ થામારા સિથોલેના દાવાની હજુ સુધી કોઈ આરોગ્ય નિષ્ણાત અથવા ગિનીસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા પુષ્ટિ મળી નથી. જો કેનો દાવો સાચો છે, તો એક જ સગર્ભાવસ્થામાં 10 બાળકોને જન્મ આપવો એ એક વર્લ્ડ રેકોર્ડ બની શકે છે.
આપને જણાવી દઈએ કે, હાલમાં એક જ પ્રેગ્નન્સીમાં સૌથી વધુ બાળકોને જન્મ આપવાનો રેકોર્ડ માલીની હલીમા સીસેના નામે છે. હાલીમા સિસે મે મહિનામાં મોરોક્કનની એક હોસ્પિટલમાં નવ બાળકોને જન્મ આપ્યો.
વધારે જોખમવાળી ગર્ભાવસ્થાના જોખમને જોતાં, ગોસિઆમ થામારા સિથોલને ચિંતા હતી કે, તેના બાળકો કદાચ જીવી ન શકે. જો કે, બધા બાળકો સ્વસ્થ છે અને આવતા કેટલાક મહિનાઓ માટે ઇનક્યુબેટર્સમાં રાખવામાં આવશે.