બંગાળી એક્ટ્રેસ અને TMC સાંસદ તેના પતિથી થઈ ગઈ અલગ…

બંગાળી એક્ટ્રેસ અને TMC સાંસદ નુસરત જહાં આજકાલ ખૂબ ચર્ચામાં છે. નુસરતે પોતાના લગ્ન વિશે નિવેદન આપતા કહ્યું કે, મારા લગ્ન વિદેશમાં થયા હતા અને ભારતીય કાયદા પ્રમાણે તે માન્ય નથી. નુસરતના આ નિવેદનથી ખળભળાટ મચી ગયો હતો. આ સાથે જ તેણે પોતાના પતિ પર પોતાના પૈસા લઈ લીધા હોવાનો પણ આરોપ લગાવ્યો છે.

નુસરત જહાં પોતાના પતિથી અલગ થઈ ગઈ છે. પોતાના પતિથી છૂટા પડ્યા બાદ તેણે પોતાના સોશિયલ મિડીયા અકાઉન્ટ્સ પરથી પોતાના લગ્નના ફોટોગ્રાફ્સ પણ ડિલીટ કરી નાંખ્યા છે. લગ્નની તસવીરો ડિલિટ કર્યા બાદ નુસરતે એક તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘મોં બંધ રાખતી મહિલા તરીકે મને લોકો યાદ રાખે તેવું હું ઈચ્છતી નથી. મને આ વાત સામે કોઈ વાંધો નથી.’ નુસરત તથા નિખિલ છેલ્લાં છ મહિનાથી અલગ રહે છે. 2019માં તેમના લગ્ન ચર્ચામાં રહ્યા હતા. તેમના લગ્નની તસવીરો તથા હનિમૂનની તસવીરો વાઇરલ થઈ હતી. જોકે, હવે નુસરતે નિખિલ સાથેની તમામ તસવીરો સો.મીડિયામાંથી હટાવી દીધી છે.

નુસરતની પ્રેગ્નન્સીની વાત સામે આવી હતી અને તે અંગે નિખિલે કહ્યું હતું કે તેને આ વિશે કોઈ માહિતી નથી. જો આ વાત સાચી હશે તો તે બાળક તેનું નથી. ત્યારબાદ નુસરતે કહ્યું હતું કે તેના લગ્ન માન્ય નથી. તેથી ડિવોર્સ લેવાનો તો સવાલ જ નથી.

નુસરતે પોતાના નિવેદનમાં કહ્યું હતું, ‘એક વિદેશી ધરતી પર લગ્ન થવાને કારણે તુર્કી મેરેજ રેગ્યુલેશન પ્રમાણે, અમારા લગ્ન માન્ય નથી, કારણ કે બે અલગ ધર્મના લોકો વચ્ચે લગ્ન થયા હતા. આથી આ લગ્નને ભારતમાં માન્યતા આપવાની જરૂર હતી, પરંતુ એવું થયું નહીં. આથી ડિવોર્સનો તો સવાલ જ નથી. કાયદાકીય રીતે આ લગ્ન માન્ય નથી. આ એક લિવ ઈન રિલેશનશિપ છે.’

Scroll to Top