કોરોનાને લઈને ગુજરાત માટે સારા સમાચાર આવી રહ્યા છે. આપણે થોડા સમય પહેલા જ જોયું કે કોરોનાની બીજી લહેરે ગુજરાતને હચમચાવી નાંખ્યું હતું. પરંતુ હવે કોરોનાની બીજી લહેરનો કહેર ઓછો થયો છે. રાજ્યમાં સતત કોરોના વાયરસના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 544 નવા કોરોના કેસ નોંધાયા છે. તો 1,505 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 7,96,208 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 97.23 ટકાએ પહોંચ્યો હતો.
રાજ્યમાં કુલ 12,711 જેટલા એક્ટિવ દર્દીઓ છે, આ પૈકી 316 લોકો વેન્ટિલેટર પર છે અને 12,395 લોકો સ્ટેબલ છે. જો કે, રાજ્યમાં કુલ 7,96,208 લોકો ડિસ્ચાર્જ થયા છે. 9,976 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 1, અને સુરત કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું છે.
આ ઉપરાંત જુનાગઢમાં 1, અમરેલીમાં 1, મહીસાગરમાં 1, મહેસાણામાં 1, જામનગરમાં 1, અને ભાવનગરમાં 1 એમ કુલ રાજ્યમાં 11 દર્દીઓના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, વેક્સીનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. આજે એક જ દિવસમાં 2,68,485 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.