યજ્ઞ કરવાથી થાય છે આટલા બધા લાભઃ વિજ્ઞાને પણ પ્રયોગો દ્વારા સિદ્ધ કર્યું

યજ્ઞ ભારતીય હિંદુ સનાતન ધર્મની સંસ્કૃતિના મૂળમાં છે. શાસ્ત્રો અનુસાર ભગવાન બ્રહ્માજીએ યજ્ઞની રચના કરી હતી અને મનુષ્યને કહ્યું હતું કે, યજ્ઞ દ્વારા જ તમારું કલ્યાણ થશે. યજ્ઞની પ્રક્રિયાનું સંપૂર્ણ વર્ણન યજુર્વેદમાંથી મળી આવે છે. યજ્ઞની કરવાની તમામ પદ્ધતીઓ પણ યજુર્વેદમાં દર્શાવવામાં આવી છે. યજ્ઞથી ઈશ્વરને, દેવી-દેવતાઓને પ્રસન્ન કરી શકાય છે અને સાથે જ મનોવાંછીત ફળની પણ પ્રાપ્તિ થઈ શકે છે.

ગુરુદેવ પરમ પૂજ્ય શ્રીરામ શર્મા આચાર્યજી યજ્ઞનું વાસ્તવિક સ્વરુપ બતાવતા કહે છે કે, આધ્યાત્મ અને વિજ્ઞાનનું પ્રત્યક્ષ માધ્યમ યજ્ઞ છે. આત્મ સંયમની તપશ્ચર્યા અને ભાવનાત્મક કેન્દ્રીકરણની યોગ સાધનાનો સમન્વય બ્રહ્મવિદ્યા કહેવાય છે. તેને આધ્યાત્મ વિજ્ઞાનનો ભાવ પક્ષ કહી શકીએ.

પરમ પૂજ્ય ગુરુદેવ કહે છે કે, આ વિશ્વ બ્રહ્માંડની નાભી છે. આનું તાત્પર્ય છે કે, બ્રહ્માંડના સુક્ષ્મ તત્વોનું પોષણ અને વિકાસ યજ્ઞથી જ સંભવ છે.

વેદોએ યજ્ઞની મહત્તા સમજાવતા શું કહ્યું છે તે જાણીએ…

વેદોએ સમજાવ્યું યજ્ઞનું મહત્વ

  • યજુર્વેદના બીજા અધ્યાયનો 23 મો શ્લોક કહે છે કે,

કસ્ત્વા વિમુંચતિ સત્વા વિસુંન્વિ કસ્મૈ ત્વા વિમુંચતિ તસ્મૈ ત્વા વિમુંચતિ

પોષાય રક્ષસા ભાગોસિ

અર્થાતઃ- સુખ શાંતિને ચાહનાર કોઈ વ્યક્તિ યજ્ઞનો પરિત્યાગ નથી કરતો. જે યજ્ઞને છોડે છે તેને યજ્ઞરુપ પરમાત્મા પણ છોડી દે છે. સર્વની ઉન્નતી માટે યજ્ઞમાં આહુતિઓ આપવામાં આવે છે. જે આહુતી નથી આપતા તે રાક્ષસ બની જાય છે.

  • યજ્ઞેન પાપૈઃ બહુભિર્વિમુક્તઃ પ્રાપ્નોતિ લોકાન્ પરમસ્ય વિષ્ણોઃ

અર્થાતઃ યજ્ઞ દ્વારા અનેક પાપોમાંથી મુક્તિ મળે છે તેમજ પરમાત્માના લોકની પણ પ્રાપ્તિ થાય છે.

મહાભારત જેણે વાંચ્યું હશે, તેને ખ્યાલ હશે કે, હસ્તિનાપુર જવા માટે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના રથ પર સવાર થાય છે અને હસ્તિનાપુર તરફ પ્રયાણ કરે છે. પરંતુ જ્યારે રસ્તામાં સાંજ પડી જાય છે તો તેઓ રથ રોકીને પ્રથમ હવન કરે છે. અને બીજા દિવસે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ કૌરવોની રાજસભામાં હુંકાર કરતા પહેલા પણ હવન કરે છે. અરે ત્યાં સુધી કે, ભગવાન શ્રી કૃષ્ણ અભિમન્યુના બલિદાન જેવી ભીષણ ઘટના ઘટવા પર પણ બધાને સાથે લઈને પહેલા યજ્ઞ કરે છે.

યજ્ઞના કરવાના ફાયદા

  • ઘરમાં કોઈપણ નેગેટિવીટી અનુભવાતી હોય તો યજ્ઞ કરવો જોઈએ. આનાથી ઘરમાં પોઝિટિવ એનર્જી આવે છે અને સાથે જ ઘરનું વાતાવરણ પણ શુદ્ધ થાય છે.

 

  • હવનમાં હોમવામાં આવતી હવન સામગ્રીનું ખૂબ મહત્વ છે. જ્યારે તેની આહુતી આપવામાં આવે છે ત્યારે તે વિષાણુઓનો એટલે કે વાયરસનો નાશ કરે છે અને તમને એક રક્ષણ પ્રદાન કરે છે.

 

  • હવનના ધુમાડાના સંપર્કમાં રહેવાથી વ્યક્તિની મસ્તિષ્ક, ફેફસા અને શ્વાસ સંબંધિત તમામ સમસ્યાઓ નષ્ટ થઈ જાય છે. જેની મદદથી શ્વસન તંત્ર સારી રીતે કાર્ય કરવા લાગે છે.

 

  • જો કોઈ વ્યક્તિની રાશીમાં ગ્રહોની સ્થિતિ ખરાબ હોય તો, તેને યજ્ઞ કરીને શાંત કરી શકાય છે. યજ્ઞની મદદથી કુંડળીમાં રહેલા દોષોનું પણ નિવારણ કરી શકાય છે.

 

  • હવનના ધુમાડા અને અગ્નિના તાપથી થાક અને મનની અશાંતિ પણ દૂર થઈ જાય છે.

 

વૈજ્ઞાનિકોએ હવન પર રિસર્ચ અને પ્રયોગ કરીને મેળવેલી સફળતા વિશેની કેટલીક ઓથેન્ટિક માહિતી…

 

  • યજ્ઞનો ધુમાડો એ વિશ્વનું સૌથી ઉચ્ચ કોટીનું સેનેટાઈઝર છે. આપણે અત્યારે કોરોના વાયરસથી બચવા જે સેનેટાઈઝર વાપરીએ છીએ તે તો માત્ર શરીર પર રહેલા વાયરસના કીટાણુંઓને મારે છે. જ્યારે યજ્ઞનો ધુમાડો તો, શરીરની અંદરના અને જ્યાં યજ્ઞ થાય છે ત્યાંના આસપાસના વાતાવરણમાં રહેલા તમામ કીટાણુઓને મારીને આપણને એક દિવ્ય સુરક્ષા કવચ પ્રદાન કરે છે.

 

  • ફ્રાંસના ટ્રિલે નામના એક વૈજ્ઞાનિકે યજ્ઞ અને હવન ક્રિયાઓના સંદર્ભમાં જે સંશોધન કર્યા છે તે ખરેખર ચોંકાવનારા છે. ટ્રિલે અનુસાર, યજ્ઞમાં જે કાષ્ઠ હોમવામાં આવે છે તેનાથી ફાર્મિક આલ્ડીહાઈડ નામનો એક ગેસ ઉત્પન્ન થાય છે. આ ગેસ જીવાણુંઓ અર્થાત વાયરસને નષ્ટ કરીને વાતાવરણ અને પર્યાવરણને સ્વચ્છ રાખે છે અને મનુષ્યને રોગ મુક્ત રાખે છે.

 

  • ટોટીક નામના એક વૈજ્ઞાનિકે હવન પર કરેલા રિસર્ચ બાદ જાણ્યું કે, જો અડધો કલાક સુધી હવન કે યજ્ઞમાં બેસવામાં આવે અને તેના ધુમાડાનો શરિર સાથે સંપર્ક થાય તો, ટાઈફોડ જેવા ખતરનાક રોગ ફેલાવનારા જીવાણુઓ પણ મરી જાય છે અને શરીર શુદ્ધ થઈ જાય છે.

 

  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)અનુસાર દર વર્ષે વિશ્વભરમાં આશરે 57 મીલિયન લોકોના મોત થાય છે. અને આ પૈકી 15 મીલિયન લોકો એટલે આશરે 25 % જેટલા લોકો તો ઈન્ફેક્શન ફેલાવનારા વિષાણુઓના મૃત્યુ પામે છે. હવે જો અહીંયા યજ્ઞનો સહારો લેવામાં આવે તો દર વર્ષે આપણે વિશ્વના 15 મીલિયન લોકોને બચાવી શકીએ. કારણ કે, યજ્ઞનો ધુમાડો આ પ્રકારના વિષાણુઓનો નાશ કરી દે છે.

 

  • વર્ષ 2014 નો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનો એક રિપોર્ટ ચોંકાવનારી માહિતી આપતા કહે છે કે, માતાના ધાવણમાં 3.5 ટકા ઝેર અત્યારે છે. આનું કારણ શું? તો કે, રાસાયણીક ખાતરના પ્રયોગથી, રાસાયણિક દવાઓના છંટકાવ દ્વારા જે શાકભાજી કે ફળો ઉગાડવામાં આવે છે તેને આપણે ખાઈએ છીએ અને પરિણામે જનેતાના દૂધમાં પણ 3.5 ટકા જેટલું ઝેર આવી ગયું છે, તો આને યજ્ઞ દ્વારા દૂર કરી શકાય.

 

  • વિજ્ઞાન એમ કહે છે કે, યજ્ઞ કરવાથી માત્ર કીટાણુઓ કે, વાયરસ સંબંધિત રોગો દૂર થાય છે એટલું જ નહી પરંતુ યજ્ઞ કરવાથી… દરેક પ્રકારના તાવ, શરદી, ડાયાબિટીઝ, ટીબી, દરેક પ્રકારનો માથાનો દુઃખાવો, નબળા હાડકા, બ્લડ પ્રેશર, ડિપ્રેશન, શ્વાસ અને હ્યદયની નળી સંબંધિત રોગ, કીડની સંબંધિત રોગ, વ્હાઈટ બ્લડ સેલ કેન્સર, ટાઈફોડ, આંખની દ્રષ્ટી ઓછી થઈ જવી, મનોવિકાર, મેલેરિયા, અને આના સિવાય પણ 100 કરતા પણ વધારે રોગોને યજ્ઞ કરવાથી મટાડી શકાય છે.

 

  • વિજ્ઞાન કહે છે કે, યજ્ઞની અગ્નિમાં હોમવામાં આવેલી આહુતી સૂર્યના કિરણોમાં ઉપસ્થિત હોય છે. તેના સંસર્ગમાં અંતરિક્ષમાં એ પ્રકારનું વાતાવરણ સર્જાય છે કે જેનાથી મેઘનો સંગ્રહ થવા લાગે છે અને તે મેઘ પોતાના સમય અનુસાર પૃથ્વી પર વરસે છે. આ વરસાદ જ્યારે ધરતી પર વરસે છે તો તેનાથી ઔષધિ, વનસ્પતિ, ફળ, ફૂળ, સહિત વિવિધ ખાદ્ય પદાર્થો ઉગે છે જે મનુષ્ય જીવનને રોગ મુક્ત રાખે છે.
Scroll to Top