મુંબઈમાં ધોધમાર વરસાદઃ “મોહમયી” નગરીમાં અનેક જગ્યાએ પાણી ભરાયા

મુંબઈમાં ગત રાત્રીથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મુંબઈને દેશની આર્થિક રાજધાની કહેવામાં આવે છે અને વિશ્વના કેટલાક મોટા શહેરોમાં આ શહેરની ગણતરી પણ થાય છે. વરસાદ પહેલા મુંબઈ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા પ્રીમોન્સુન કામગીરીને લઈને અનેક પ્રકારના ખર્ચ અને મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે. પરંતુ જેવો વરસાદ આવે કે તરજ આ બ્યુટિફૂલ સીટીની હાલત ખરાબ થઈ જાય છે.

મુંબઈમાં ધોધમાર વરસાદના લીધે અંધેરી સબવેમાં પાણી ભરાઇ ગયું છે. કુર્લા, સાંતાક્રૂઝ, અંધેરી સહિત કેટલાંય વિસ્તારોમાં ભારે વરસાદના લીધે પાણી ભરાતા સ્થાનિક લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

મુંબઈની મોટી સમસ્યા એ છે કે, અહીંયા થોડા જ વરસાદે ઢીંચણ સમાણા પાણી ભરાઈ જાય છે અને જનજીવન અસ્ત-વ્યસ્ત બની જાય છે. વર્ષોથી અહીંયા આ જ સ્થિતિ પરંતુ હજી તેમાં કોઈપણ પ્રકારનો સુધારો આવ્યો નથી. આ સિવાય શહેરમાં અનેક એવા નિંચાણવાળા વિસ્તારો છે કે જ્યાં ઘરોમાં પણ પાણી ઘૂસી જાય છે. મુંબઇમાં ગયા બુધવારે ચોમાસાનો પ્રારંભ થયો હતો. ત્યારબાદથી વરસાદ પડી રહ્યો છે. આ બધાની વચ્ચે હવામાન વિભાગે 13-14 જૂનના રોજ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું.

ભારે વરસાદના એલર્ટની વચ્ચે તંત્ર એલર્ટ છે. મહારાષ્ટ્રના અમુક ભાગમાં ભારે વરસાદના અનુમાનને ધ્યાનમાં રાખીને NDRFની 15 ટીમોને વિવિધ ભાગેમાં તૈનાત કરવામાં આવી છે. એનડીઆરએફના મહાનિદેશક એસ.એન.પ્રધાને ટ્વીટ કરીને કહ્યું કે 4 પક્ષોને રત્નાગિરી, 2-2 દળોને મુંબઈ, પાલઘર, રાયગઢ, સિંધુદુર્ગ અને ઠાણેમાં એક દળને કુર્લામાં તૈનાત કરવામાં આવ્યા છે.

Scroll to Top