અમેરિકાના મિસ્ટર સર્વિલાન્સ નામથી જાણીતા એક ટીકટોક યુઝરે જણાવ્યું કે, તેણે કેવી રીતે પોતાની ગર્લફ્રેન્ડનો પર્દાફાશ કરવા માટે ચાલાકીથી ચાર્જરમાં એક ખુફીયા કેમેરાનો ઉપયોગ કર્યો. આ વ્યક્તિએ જણાવ્યું કે, મને છેલ્લા 6 વર્ષથી મારી ગર્લફ્રેન્ડ પર શક હતો.
ગર્લફ્રેન્ડની સત્ય હકીકત જાણવા માટે બોયફ્રેન્ડે એક ખુફિયા કેમેરાનો સહારો લીધો જે તેને ઓનલાઈન મળ્યો હતો. આ કેમેરો દેખાવમાં બીલકુલ એક ચાર્જર જેવો જ હતો, પરંતુ ધ્યાનથી જોવા પર ખ્યાલ આવે કે આના USB ચાર્જિંગ પોઈન્ટની ઉપર એક લેન્સ જે લોકોના તમામ રાઝ ગુપ્ત રીતે કેપ્ચર કરી લે છે.
બોયફ્રેન્ડે જણાવ્યું કે તેણે આ આવું કરવાનો નિર્ણય ત્યારે લીધો કે જ્યારે તેને શક થયો કે મારી ગર્લફ્રેન્ડ મને દગો આપી રહી છે. વિડીયો અપલોડ કરતા સમયે તેણે લખ્યું કે, મેં જીવન આ પહેલા ક્યારેય આવું કશું જોયું નથી. કૃપા કરીને મારા વિશે ખોટી ધારણા ન બાંધતા. બાદમાં આ બોયફ્રેન્ડે પોતાની ચાલાકી વિશે વાત કરી.
હકીકતમાં ઘરની બહાર જતા પહેલા તેણે ચાર્જરને યોગ્ય જગ્યાએ લગાવી દિધું હતું. થોડા દિવસો બાદ મિસ્ટર સર્વેલન્સે એક ફોલોઅપ વિડીયો અપલોડ કર્યો જેમાં ગર્લફ્રેન્ડની તમામ કરતૂત સામે આવી ગઈ હતી. ગુપ્ત કેમેરાથી બનાવાયેલો આ વિડીયો વાયરલ થઈ ચૂક્યો છે. આ વિડીયોને અત્યારસુધીમાં 9 લાખ 80 હજારથી વધારે લોકોએ જોયો છે.