કોરોના વાયરસની અસર દેશભરમાં પહેલા કરતા થોડી ઓછી જોવા મળી રહી છે. પરંતુ કોરોનાના કેસ ઓછા થવાનો અર્થ એ નથી કે કોરોના જતો રહ્યો છે. આ ખતરનાક વાયરસ અત્યાર સુધી ઘણા લોકોના સપના છીનવી લીધા છે. તાજેતરમાં યુટ્યુબર ભુવન બામે આ વાયરસના કારણે પોતાના માતા-પિતા બંને ગુમાવી દીધા હતા. આ વિશેમાં જાણકારી ભુવન બામે પોતાના સોશિયલ મીડિયાની પોસ્ટ દ્વારા આપી છે.
ભુવન બામે તાજેતરમાં પોતાના આધિકારીક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમને પોતાના માતા-પિતાની સાથેની ઘણી તસ્વીરો શેર કરી છે. આ તસ્વીરોને શેર કરતા ભુવને કેપશનમાં લખ્યું છે કે, ‘કોવિડના કારણે મેં પોતાની બંને લાઈફલાઇન્સ ગુમાવી દીધી છે. આઇ અને બાબા વગર પહેલા જેવું કંઈપણ રહેશે નહીં. એક મહિનામાં બધું જ ચાલ્યું ગયું. ઘર, સપના, બધું જ.’
આગળ ભુવને જણાવ્યું હતુ કે, ‘મારી આઇ મારી પાસે નથી, મારા બાબા મારી પાસે નથી. હવે શરૂથી જીવવાનું શીખવું પડશે. શું હું એક સારો પુત્ર હતો? શું મે તેમને બચાવવા માટે બધું જ કર્યું? મને હવે આ સવાલોની સાથે જીવું પડશે. હું તેમને ફરીથી જોવા માટે રાહ જોઈ શકતો નથી. હું દુઆ કરું છુ કે તે દિવસ જલ્દી આવશે.
View this post on Instagram
ભુવન બામની આ પોસ્ટ પર તમામ સેલેબ્સ અને તેમના મિત્ર કમેન્ટ કરી તેમને દિલાસો આપી રહ્યા છે. ભુવનની આ પોસ્ટ પર રાજકુમાર રાવ, તાહીરા કશ્યપ, આશીષ ચંચલાની, કૈરી મીનાટી, મુકેશ છાબડા પણ કમેન્ટ કરી દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. બધા લોકો એવા સમયમાં ભુવન બામથી હિંમત બનાવી રાખવા માટે કહી રહ્યા છે.