બ્લડ ડોનેશનથી થશે આ અદભૂત ફાયદા, જાણશો તો નિયમિત કરતા થઈ જશો

હજી આપણા સમાજમાં અમૂક મુદ્દાઓ એવા છે કે જેને લઈને થોડા ઘણા અંશે ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે. આવો જ એક મુદ્દો છે બ્લડ ડોનેટ કરવાનો. એક વાત સ્વિકારવી પડે કે, આજના સમાજમાં કેટલાય એવા લોકો છે જેઓ બ્લડ ડોનેશન માટે વ્યવસ્થિત રીતે જાગૃત છે. પરંતુ એ વાતને આપણે અવગણી ન શકીએ કે, કેટલાક લોકો હજી પણ બ્લડ ડોનેશન કરવાને લઈને કેટલીક ગેરમાન્યતાઓ ધરાવે છે. પરંતુ હકીકતમાં બ્લડ ડોનેટ કરવાના અનેક ફાયદાઓ છે. તો આવો જાણીએ બ્લડ ડોનેટ કરવાના કેટલાક મહત્વના ફાયદા વિશે.

હ્યદય સાથે જોડાયેલી સમસ્યાઓ નહી આવે

રક્તદાન કરવું એ આપના હ્યદયને ખૂબ સારી રીતે સ્વસ્થ રાખી શકે છે અને હ્યદય સાથે જોડાયેલી બીમારીઓ જેવીકે સ્ટ્રોકના સંકટને ઓછું કરે છે. માનવામાં આવે છે કે, આયરનની વધારે માત્ર હ્યદયના સંકટને વધારી શકે છે. નિયમિતત રૂપથી રક્તદાન કરવાથી આયરનની વધારે માત્ર નિયંત્રીત થઈ જાય છે જે હ્યદયની સ્વસ્થતા માટે સારું છે.

રેડ સેલ્સ પ્રોડક્શન

રક્તદાન બાદ આપના શરીરના લોહીને પૂરું પાડવાના કરવાના કામમાં લાગી જાય છે. આનાથી શરીરની કોશિકાઓ વધારે લાલ રક્ત કોશીકાઓના નિર્માણ માટે પ્રેરિત થાય છે જે આપને સારું સ્વાસ્થ્ય આપી શકે છે અને શરીરને વધુ સારી રીતે કામ કરવામાં મદદ કરે છે.

વજન કંટ્રોલમાં રહેશે

રક્તદાન કેલરી ઓછી કરવામાં મદદ કરે છે. લાલ રક્ત કોશિકાઓનું સ્તર આવનારા કેટલાક સમયમાં બરાબર થઈ જાય છે. આ વચ્ચે સ્વસ્થ ડાયટ અને નિયમિત વ્યાયામથી વજન નિયંત્રણમાં મદદ મળે છે. જો કે, રક્તદાનને વજન ઓછું કરવાની એક પદ્ધતી ન કહી શકાય પણ હા રક્તદાન કરવાથી આ ફાયદા ચોક્કસ થાય છે.

કેન્સરનું જોખમ ઓછું થઈ જાય છે

અલગ-અલગ સમયે રક્તદાનથી તમે તમારા શરીરને આયરનના વધારાથી બચાવી શકે છે. આ કેટલાક નિશ્ચિત પ્રકારના કેન્સરના જોખમને પણ ઓછું કરે છે.

સારી તબિયત

નિયમિત રૂપથી રક્તદાન શરીરની કોશિકાઓને પ્રોત્સાહિત કરે છે, જેનાથી શરીરની ફિટનેસ સુધરે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ મળે છે. સાથે જ રક્તદાન દ્વારા એક સારું કામ કરવાનો વિચાર પણ સંતુષ્ટી આપે છે.

Scroll to Top