અમદાવાદમાં 154 કિલોનો ગાંજા પકડાયો છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ 154 કિલો ગાંજા સાથે પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી 20.59 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ઓડિસાથી એક હજાર કિલ્લો ગાંજો રાજસ્થાન અને ગુજરાતમાં આવ્યો હોવાની પોલીસને જાણકારી મળી હતી.
અમદાવાદ જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવની ગ્રામ્ય એસઓજીની ટીમના પીઆઇ ડી.એન.પટેલ અને એલસીબી પીઆઇ આર.જી.ખાંટ ની ટીમ દ્વારા ગાંજાના નેટવર્કની જાણકારી પ્રાપ્ત થઈ હતી. પોલીસે આ બાબતે ટીમ બનાવી આરોપીઓને 154 કિલો ગાંજા ના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.
ગ્રામ્ય પોલીસની કસ્ટડીમાં રહેલાઅમિત વાઘેલા જે મૂળ સાણંદના ચેખલા ગામનો રહેલો છે. તેની સાથે અન્ય પારસમલ ગુજર, દિપક સોમાણી, ગોવિંદ જોશી, રાજુ માલ્યા ની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ આરોપીઓમૂળ રાજસ્થાનના રહેવાસી છે. 154 કિલો ગાંજાનો જથ્થો આરોપી પારસ મલ ગુજરે પ્રતિ કિલો 4 હજારની કિંમતે ફરાર આરોપી ભવરલાલ તેઈલી પાસેથી લેવામાં આવ્યો હતો. પારસ મલે દ્વારા 5 હજાર પ્રતિ કિલોના ભાવે દિપક સોમાણીને આપવામાં આવ્યો હતો.
દીપક સોમાણી આરોપી રાજુને 6 હજાર પ્રતિ કિલોના ભાવે ગાંજો આપ્યો હતો. ત્યાર બાદ રાજુએ અમિતને આ માલ 9 હજાર પ્રતિ કિલોના ભાવે આપ્યો અને અમિત આ માલ છૂટક વેચાણ કરી રહ્યો હતો.
આરોપી પારસ મલ છ સાત મહિનાથી ગાંજા ની હેરાફેરી સાથે સંકળાયેલો હતો. પાંચેક દિવસ પહેલા આ માલ આરોપીઓની મદદથી ટ્રાન્સપોર્ટેશનના વાહનો મારફતે સાણંદના ચેખલા ગામે અમીતની મદદથી વેચવા માટે લાવવામાં આવ્યો હતો.
અમદાવાદ ગ્રામ્ય પોલીસની પ્રાથમિક તપાસમાં જાણકારી મળી છે કે, ઓડિસાથી ફરાર મુખ્ય આરોપી ભંવરલાલ તૈલીએ એક હજાર કિલ્લો ગાંજાનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો. આ તમામ એક હજાર કિલ્લો ગાંજો રાજસ્થાન અને ગુજરાતના અમદાવાદ, ખેરાલુ, સુરેન્દ્રનગર સહીતના વિસ્તારમાં વેંચવામાં આવતો હતો.
આરોપીઓ પોલીસના હાથે પકડાય નહિ તે માટે ટ્રાન્સપોર્ટમાં અલગ-અલગ નામે ગાંજાના પાર્સલને અલગ અલગ પેકિંગ કરી રાજસ્થાનથી મોકલી આપવામાં આવતા હતા. અને પોતે ખાનગી વાહન મારફતે રાજસ્થાનથી અમદાવાદ આવી પાર્સલ લઈ લેતા અને માલ ઠેકાણે પાડવામાં આવતો હતો.