રોનાલ્ડો બાદ વધુ એક ફુટબોલરે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટેબલ પરથી બિયરની બોટલ હટાવી દીધી, વીડિયો થયો વાયરલ

પોર્ટુગલના સ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનોરોનાલ્ડોએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોકા કોલાની બોટલ હટાવીને સૌને આશ્વર્યચકિતકરી દીધા હતા. રોનાલ્ડોના આ પગલાને કારણે કોકા કોલા કંપનીના શેર માર્કેટમાં ભારેનુકસાન થયું હતું. ત્યારે વધુ એક ફુટબોલર દ્વારા રોનાલ્ડોનો રસ્તો અપનાવવામાંઆવ્યો છે.

ફ્રાંસનામિડફીલ્ડર પોલલ પોગ્બાએ મેચ બાદ પ્રેસ કોન્ફરન્સ શરૂ થાય તે પહેલા ટેબલ પરરાખવામાં આવેલી Heineken બિયરની બોટલને દુર કરી દીધી હતી. પોગ્બાનો આ વીડિયોસોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે.

વાસ્તવમાં પોલ પોગ્બાજર્મની સામેની મેચ બાદ પ્રેસ કોન્ફરન્સ માટે આવ્યા હતા. સ્ટેજ પર આવતા જ તેમનાસામે બિયરની બોટલ પડી હતી જેને તેમણે તરત જ દૂર કરી નાખી હતી. કોકા કોલાની માફક Heineken પણ UEFA Euro ની ઓફિસિયલ સ્પોન્સર રહેલી છે.

નોંધનીય છે કે, અત્યારે યૂરો કપ રમાઈ રહ્યો છે. પોર્ટુગલ ટીમના કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ મેચ બાદ એક પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરવામાં આવી હતી. તેમાં જ્યારે ટેબલ પર તે આવ્યા ત્યારે ત્યા માઈક પાસે 2 કોકા કોલાની બોટલ અને એક પાણીની બોટલ જોવા મળી રહી હતી.

રોનાલ્ડોએ ત્યાં પડેલી કોકા કોલાની બંને બોટલને દુર કરી દીધી હતી. પાણીની બોટલ ઉઠાવીને તેમને ‘ડ્રિંક વોટર’ એમ કહ્યું હતું. રોનાલ્ડોના આ વર્તન બાદ કોકા કોલાના શેરની કિંમત 56.10 ડોલરથી ઘટીને 55.22 ડોલર પહોંચી ગઈ હતી. કોકા કોલાનું માર્કેટ વેલ્યુએશન પણ 242 અબજ ડોલરથી ઘટીને 238 અબજ ડોલર પહોંચી ગયું હતું.

Scroll to Top